Ahmedabad : ગાંધી આશ્રમ રોડથી અવર-જવર કરતા લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ત્યારે હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે. જેને લઈને તારીખ 9 નવેમ્બર, 2024 બાદથી ગાંધી આશ્રમ રોડ કાયમી માટે બંધ થઈ જશે. તો તેને લઈને ગાંધી આશ્રમ જવા માટે એક અન્ય રૂટ શરૂ કરાયો છે અને 2 નવા પાર્કિંગ પ્લોટ પણ બનાવી દેવામાં આવ્યા છે.
ગાંધી આશ્રમના મુલાકાતીઓ માટે 2 નવા પાર્કિંગ પ્લોટ બનાવાયા છે. જ્યાંથી સીધા આશ્રમ જવા માટે રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં રાજ્ય સરકાર સાથે ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ અંગે બેઠક યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અધિકારીઓ સહિત આશ્રમના સત્તાધીશો હાજર રહેશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચ, 2024ના રોજ ખાતમુહૂર્ત કર્યું હતું અને 12 માર્ચ, 2026 રોજ વડાપ્રધાન મોદી જ તેનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે. 12 માર્ચ એટલે કેમ કે એ દિવસે દાંડીકૂચની શરૂઆત થઇ હતી.