• નૂતન વર્ષેના પ્રારંભે અન્નકુટ દર્શન યોજાશે

ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો દીપોત્સવી તેમજ નુતન વર્ષનો ઉત્સવ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરે ખુબ જ ધામેધુમે ઉજવાઇ રહ્યો છે. જે અંતર્ગત આજે દિવાળીના દિને સવારે 9 થી 11 વાગ્યા દરમ્યાન પ્રમુખ સ્વામી સભાગૃહમાં વૈદિક ચોપડા પુજન વિધી યોજા.ઇ હતી. પુજય સંતો તથા અનેક વ્યાપારીઓ વૈદિક પુજન વિધિમાં જોડાયા હતા. અને ધંધા વ્યવહારના ચોપડામાં  ભગવાનનો આશીર્વાદ પત્રક લગાવવામાં આવ્યા હતા. આજે સાંજે મંદિર પર ઠાકોરજી સમક્ષ ભવ્ય કલાત્મક દિવડાઓની રંગોળી કરવામાં આવશે. આજે સવારે વૈદિક ચોપડા પુજન વિધીમાં સંતો-મહંતો વેપારીઓ જોડાયા હતા. નૂતન વર્ષે ઠાકોરજીને નવા વાઘા પરિધારણ કરવામાં આવશે અને શણગાર, આરતી કરાશે. તથા 1પ00 થી વધુ વાનગીઓને અન્નકુટ યોજાશે.

દિવાળીએ ચોપડા પૂજન વેપાર-ધંધા માટે શુકનવંતુ: અમિત ટાંક

અબતક ની વાત ચિત્ત કરતા અમિત ટાંક એ જણાવ્યું હતું કે, બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર કાલાવર રોડ ખાતે આજે દીપાવલી ના તહેવાર નિમિત્તે વૈદિક સનાતન ધર્મની પ્રણાલી મુજબ  ચોપડા પૂજન નું આયોજન કરેલ છે. અને દર વર્ષે આ ચોપડા પૂજન નું આયોજન થાય છે.  આવતી કાલથી જે નુતન વર્ષ ચાલુ થાય છે એમાં આપણા બિઝનેસની અંદર રિદ્ધિ સિદ્ધિ સિદ્ધ લક્ષ્મીજીનો વાસ થાય  અને નૈતિમતાથી આપણે આપણું બિઝનેસ શરૂ કરીએ. હવે જ્યારે ડિજિટલ યુગ આવી ગયો છે જેમ પૂર્વના સમયની અંદર આપણું નામુ ચોપડાની અંદર લખતા એમ ફિઝિકલ બુક ની સાથે સાથે આધુનિક યુગનો પણ વિકાસ થઈ રહ્યો છે ત્યારે લેપટોપ જેવા ફિઝિકલ ઉપકરણો છે એનું પણ પૂજન કરીએ છીએ. અને એક સાચી દિવ્યતાની અનુભૂતિ થાય છે. આ ભોજન કર્યા બાદ વર્ષ દરમિયાન એવી અનુભૂતિ થાય છે કે આપણા ધંધા રોજગારની પ્રગતિ એ ખરેખર થઈ રહી છે.

ડિજિટલ યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા જાળવી રાખી છે: અપૂર્વમુનિ સ્વામી

અબતક સાથેની વાતચીતમાં અપૂર્વમુની સ્વામી એ જણાવ્યું હતું કે, જય સ્વામિનારાયણ શુભ દિપાવલી  ભારત વર્ષ એ હિન્દુ સંસ્કૃતિનો ઉત્સવનો દેશ છે. દિવાળી એ સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. દિવાળીએ સુંદરતાનો ઉત્સવ છે, સ્વચ્છતા નો ઉત્સવ છે સુરજભાવનો ઉત્સવ છે, સ્વાદિષ્ટતાનો ઉત્સવ છે  સાથે સાથે દિવાળી એ શુદ્ધિનો ઉત્સવ છે. દિવાળીએ પ્રગતિનો ઉત્સવ છે નવા વર્ષે નવું કંઈક શીખવાનો આત્મસાત કરવાનો ઉત્સવ છે. પ્રતિ વર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજન નું વિશેષ આયોજન કરવામાં આવ્યું આજરોજ રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર  કાલાવ રોડ ખાતે 2000 કરતા વધુ ભક્તો પોતાના રોજમેળ ચોપડા ગેજેટ લેપટોપ વગેરે જેવી વસ્તુઓ લઈને પૂજન કરવા માટે આવ્યા છે. આપણી ટેકનોલોજી વધી છે  પણ આપણી પરંપરા ને હિન્દુઓ કોઈ ભૂલ્યા નથી. સંસ્કૃતિની સાથે રાખીએ છીએ. શાસ્ત્રોમાં લખ્યું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મ સાથે અર્થ કમાવો જોઈએ આ ચોપડા પૂજનમાં વૈદિક મંત્ર ચાર કઈ રીતે વાપરવું જોઈએ કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ સન માર્ગે વપરાય એવી પ્રેરણા આપવામાં આવે છે. ધંધામાં ક્યારેય નિષ્ફળતા મળે તો તેનાથી નાસીપાસ ન થવું. ડિપ્રેશન બનવા આવજે સુસાઇડ કમિટ ન કરવું જોઈએ. ગેર માગે પૈસો કમાવવા પડે અને ગેર માર્ગે પૈસા વાપરવો પણ નહીં.  બીજું જણાવતા આનંદ થાય છે કે જેમ અહીંયા ચોપડા પૂજન થઈ રહ્યું છે તે વિશ્વના 55 કરતાં અધિક દેશોમાં 1800 મંદિરોમાં અમેરિકામાં રોબિન્સ ફિલ્મ  ફ્રાન્સમાં પેરિસમાં થશે ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં થશે દુબઈ અબુધાબીમાં પણ ચોપડા પૂજન થશે. વિશ્વના ખોળે ખોળે જ્યાં જ્યાં ભારતીયો વસે છે ત્યાં ચોપડા પૂજન બીએપીએસના મંદિરોમાં ચોપડા પૂજન કરવામાં આવે છે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ આવનાર વર્ષ દરેક વ્યક્તિ માટે તન મન અને ધન થી સુખ તદેનારુ બને. ભારત સશક્ત દેશ બને સમૃદ્ધ દેશ બને અને સમગ્ર વિશ્વ ગુરુ બને  અને સ્વ નિર્ભર બને  શુભકામના. અને બીજી તારીખે હજારો વાનગીઓનો અન્નકૂટ છે  એમના દર્શને પધારવાનું સૌ કોઈ પ્રજાજનોને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.