31 ઓક્ટોબર એટલે આજે આખા દેશમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. ત્યારે પૂજા દરમિયાન કેટલાક નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે. તો ચાલો જાણો લક્ષ્મી અને ગણેશ પૂજામાં કયા ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ.

આ વર્ષે દિવાળી 31 નવેમ્બર ગુરુવારના રોજ ઉજવવામાં આવી રહી છે. તેમજ ધાર્મિક માન્યતા સાથે સાથે અમાસની તિથિ પણ પડી રહી છે. જેનાથી જ્યોતિષી તેમજ વાસ્તુ મહત્વ વધી જાય છે. જ્યોતિષની દ્રષ્ટિએ વાત કરીએ તો દિવાળી દરમિયાન કેટલિક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ આ વાતો દિવાળીની સજાવટથી લઈ પૂજા વિધિ સાથે જોડાયેલી છે. તો ચાલો જાણીએ દિવાળીની પૂજામાં ઉપયોગમાં લેવાતા ફૂલોના નિયમો અંગે.

Lakshmi 1

જ્યોતિષ અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી ગણેશજીની પૂજા દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. એવી જ રીતે દિવાળીની પૂજામાં કેટલાક ફૂલોનો પ્રયોગ કરવો ન જોઈએ. તો ચાલો જાણો આ ફૂલો કયા છે.

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું વિધાન છે. આ દરમિયાન માન્યતા છે કે આ દિવસે લક્ષ્મી ગણેશજીની વિધિવત પૂજા કરવાથી ઘર હંમેશા ધન-ધાન્યથી ભરેલું રહે છે, ઘરમાં બરકત આવે છે, અને આર્થિક સમસ્યાઓ ક્યારેય પણ આવતી નથી.

જોકે લક્ષ્મી ગણેશજીને દિવાળીના દિવસે ફૂલ અર્પિત કરતી વખતે કેટલીક વાતોનું જરૂર ધ્યાન રાખવું જોઈએ. તેમજ શાસ્ત્રોમાં કેટલાક એવા ફૂલ અંગે જણાવવામાં આવ્યું છે, જેનો દિવાળી પૂજામાં પ્રયોગ વર્જિત માનવામાં આવે છે. આ ફૂલોના પ્રયોગથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.

કનેર ધતુરો મદાર

કનેર, ધતુરો, મદાર, તગર, હરસિંગાર, સૂકા ફૂલ, જમીન પર પડેલા વગેરે જેવા ફૂલોનો લક્ષ્મી-ગણેશ પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ. તેમજ એવું માનવામાં આવે છે કે આ ફૂલોનો ઉપયોગ કરવાથી દિવાળી પૂજામાં દોષ ઉત્પન્ન થાય છે. આ સાથે જ પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત નહિ થાય. તે માટે દિવાળી પૂજામાં ભૂલથી પણ આ ફૂલોનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ.

ButtMograPlant

 

કમળ, ગલગોટા, મોગરા વગેરે જેવા ફૂલો લક્ષ્મીજી અને ગણેશજીને અર્પિત કરવાથી તેઓ સરળતાથી પ્રસન્ન થાય છે. તમે પણ આ લેખમાં આપેલી જાણકારી અનુસાર દિવાળીના દિવસે લક્ષ્મી-ગણેશજીની પૂજા દરમિયાન જણાવેલ ફૂલોનો ઉપયોગ કરવાથી બચો.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.