લોહ પુરુષ સરદાર પટેલની જન્મ જયંતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી એ પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

લોહ પુરુષ અને અખંડ ભારત ના શિલ્પી ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલની 149મી જન્મ જયંતી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત મહાનુભાવોએ ગુજરાત વિધાનસભા પરિસરમાં આવેલી સરદાર સાહેબની પ્રતિમા તેમજ વિધાન સભા પોડિયમમાં સરદાર પટેલ ના તૈલ ચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગરના મેયર મીરા પટેલ, ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ  ચેતન પંડયા, નાયબ સચિવશ્રીઓ, અધિકારીઓ-કર્મચારીઓ, મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ સહિત અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહીને સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે પ્રતિમા તેમજ તૈલચિત્રને પુષ્પ અર્પણ કર્યા હતા.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.