• ઉત્સવોના ઉત્સવો સાથે દિવાળીથી લાભ પાંચમ સુધી અનેરો મહોત્સવ
  • લાભ, શુભ, કલ્યાણ, મંગલમય, ઉમંગ, ઉલ્લાસ, ઉત્કર્ષ અને ઉજાસનો તહેવાર એટલે દિવાળી : હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ
  • તહેવાર જે અંધકાર પર વિજયનું પર્વ ગણાય છે : દિવાળી તહેવાર એક સાથે અનેક ભાવના પ્રકાશિત કરે છે

આજ મુબારક – કાલ મુબારક, દરિયા જેટલું વ્હાલ મુબારક : દિવાળીનો સૌ પ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં જોવા મળે છે, હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ ‘દિપાલિકાયા’ શબ્દ સાથે સંકળાયેલો છે, આ શબ્દનો અર્થ દિવાળીનો દિવ્ય પ્રકાર થાય છે

આજનો દિવસ પ્રકાશ પર્વનો દિવસ સમગ્ર દેશમાં ઉજવણી દિવાળીની થઈ રહી છે. હિન્દુ ધર્મનું મહત્વપૂર્ણ તહેવાર જે અંધકાર પર વિજયનું પર્વ ગણાય છે. દિવાળી કે દીપાવલી પ્રકાશનું પર્વ છે. આ દિવસે દિવડા જ્યોતિ સાથે ફટાકડા ફોડવાનો અવસર પણ છે. બાળ થી મોટેરા આખી રાત ફટાકડા ફોદીને આનંદ ઉલ્લાસ કરે છે. દર દિવાળીએ લોકો કંઇક નવો સંકલ્પ લઈને જીવન જીવવાની નવી પ્રેરણા મેળવતા હોય છે. આ વર્ષે ગરીબના ઘરના દીવા નહિ પણ તેમના ઘરના ચૂલા બારેમાસ સળગે એવી ઉજવણી કરવી જોઈએ, ચાલો આ વર્ષે દિવાળી વોકલ ફોર લોકલ ઉજવીએ. દિવાળી ઉપર હોય દાનનો અનેરો મહિમા કોઈના દુ:ખ દર્દ દૂર કરીને પુણ્ય કમાવાનો પણ આ એક અનેરો અવસર છે. શ્રીલંકામાં તમિલ અને હિન્દુ સમુદાય ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે, લોકો સવારે તેલ સ્નાન કરી અને ઘરની બહાર ચોખાના લોટની રંગોળી કરે છે.

દિવાળી આપણો સૌથી પ્રાચીન તહેવાર તેનો સૌપ્રથમ ઉલ્લેખ જૈન પુસ્તકોમાં જોવા મળે છે, અને આ તારીખને મહાવીર નિર્વાણ દિવસ પણ કહેવાય છે, હકીકતમાં દિવાળીનો સૌથી પ્રાચીન સંદર્ભ દીપાલીકાયા શબ્દ સાથે સંકળાયેલો છે. આ શબ્દ આચાર્ય જીનસેન લિખિત હરિવંશ પુરાણમાં જોવા મળે છે. આ શબ્દનો અર્થ દિવાળીનો દિવ્ય પ્રકાશ થાય છે. દિવાળીની કથા શીખો માટે  સ્વાતંત્ર્ય સંઘર્ષની ગાથા છે.

આજથી સમગ્ર દેશમાં પ્રકાશપર્વની ઉજવણી શરૂ થઇ છે. ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. આ પર્વ ખારાશ સાથે મીઠાસ ભળીને જીવનને સબરસ બનાવે છે. વર્ષો પહેલાની આ પર્વની ઉજવણી અને આજની ઉજવણીમાં ઘણો ફેરફાર જોવા મળે છે. અગાઉ તો મહિના અગાઉ તૈયારી થતીને આજે તહેવારના આગલા કે તેજ દિવસે થાય છે, પણ ઉત્સાહ-ઉમંગ આજે પણ અકબંધ છે. જીવનમાં આજ કે કાલ મુબારક જ હોય છે પણ સાથે દરિયા જેવડું પારિવારિક વહાલ ભળે ત્યારે જીવન મંગલમય બને છે.

આ પર્વ નવરાત્રીની જેમ જ લાંબો છે, અગિયારસથી શરૂ થયા બાદ વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ પછી જીવનમાં પચરંગી પ્રકાશી રંગોના ઉત્સવસમી દિવાળી આવે છે, જે આજે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. આ પર્વ ઇન્ડોનેશિયા, ફિજી, મોરેશિયસ જેવા વિવિધ દેશોમાં ઉજવાય છે પણ ગુજરાત અને તેમાંય કાઠિયાવાડી દિવાળીનો માહોલ સૌથી અને અનેરો અને બેજોડ હોય છે. લાભ-શુભ, કલ્યાણ, મંગલમય, ઉમંગ, ઉલ્લાસ, ઉત્કર્ષ અને ઉજાસનો દિપોત્સવી પર્વ એક સાથે માનવ જીવનની અનેક ભાવનાઓને પ્રકાશિત કરે છે.

ગુજરાતી કેલેન્ડરના અંતિમ માસના આ દિવસો ઉત્સવોના ઉત્સવ સાથે તહેવારોનું ઝુમખું બની જાય છે. લાભ-શુભ દિવસો દિવાળીથી લાભ પાંચમ સુધી અનેરો પંચોત્સવ લાવે છે જેમાં નવલું વર્ષનો ‘સાલ મુબારક’નો અનેરો દિવસ ગણાય છે. ભાઇ-બહેનના પ્રતિક સમો ભાઇ-બીજ સાથે શુભ મુહુર્તની ‘લાભ પાંચમ’ શ્રધ્ધા-આસ્થાનું કેન્દ્ર બની જાય છે. દિવાળીનો તહેવાર આડોશ-પાડોશ, સગા-સંબંધી, સ્નેહીઓ, મિત્રો અને પરિવાર સાથેનો ગમતાંનો ગુલાલ સમો હોય છે. ઉત્સવ પ્રિય કાઠિયાવાડ આ દિવસોમાં ચોમેર દિશાએ ખીલી ઉઠે છે.

દિપોત્સવી પર્વ વિશ્ર્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસ્યો છે ત્યાં આજે ઉમળકાભેર ઉજવાય રહ્યો છે. મોરેશિયસ જેવા દેશમાં તો 50 ટકાથી વધુ વસ્તી હિન્દુની છે, તેથી ત્યાં તો અનેક પ્રકારના શણગાર કરવામાં આવે છે. આ દિવસ લક્ષ્મી પૂજનનો દિવસ છે. ઉત્તર ભારતમાં તો લક્ષ્મીજીની સાથે ગણેશની પૂજા પણ થાય છે. પાંચ દેવ-દેવીની પૂજા થતી હોવાથી દિવાળીની પૂજાને ‘પંચાયતન’ પણ કહેવામાં આવે છે. આ શુભ દિવસ હોવાથી એક બીજાને શુભેચ્છાઓ પાઠવવાનો રિવાજ પણ આદિકાળીથી ચાલતો આવ્યો છે. આ દિવસ બાદ નવું વર્ષ પણ ગુજરાતીમાં શરૂ થતું હોવાથી એકબીજાને શુભેચ્છાનું ચલણ છે, સાલ મુબારક કે એકબીજા રામરામ કરીને હાથ મિલાવે છે.

આ પર્વોમાં આંગણામાં વિવિધ રંગોળીનો ઉત્સવ પણ શ્રેષ્ઠ રીતે ઉજવાય છે. બારસથી લાભ પાંચમ સુધી નવ દિવસનો આ મહોત્સવ માત્ર ગુજરાતમાં જ ઉજવાય છે, પણ દિવાળીનો તહેવાર જ્યાં જ્યાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો ત્યાં તમામ દેશોમાં ઉજવણી થાય છે, જેમાં નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝિલેન્ડ, ફિજી, કેન્યા, મોરેશિયમ, ટાંઝાનિયા, ગુયાના, સુરીનામ વિગેરે દેશોનો સમાવેશ થાય છે. ગુજરાતી કેલેન્ડરમાં દિવાળીનો તહેવાર વર્ષનો છેલ્લો દિવસ છે. માટીના કોડિયામાં દિવો કરવાનું અનેરૂ મહત્વ છે. લાલ કોડિયું મંગળનું પ્રતિક છે અને તેલ શનીનું પ્રતિક છે. તેમાં પ્રગટતી જ્યોત સૂર્યનું પ્રતિક છે. દિપોત્સવી પર્વે કોડિયામાં દિપ પ્રગટાવવાથી મંગળ, શની અને સૂર્ય એમ ત્રણેય ગ્રહોની કૃપા દ્રષ્ટિ માનવી પર વરસે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.