Diwali 2024: ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી 3 દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ એટલે મહાલક્ષ્મીની પૂજા, કાળીચૌદસ એટલે મહાકાળીની પૂજા, અને દિવાળી સાથે ચોપડા પૂજન એટલે માં સરસ્વતીના પૂજનનું મહત્વ છે.

દિવાળી એ 5 દિવસનું પર્વ છે, જેમાં ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજનો સમાવેશ થાય છે. આ 5 દિવસને પંચોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે પંચદિવસિય મહાપર્વનો પ્રારંભ થાય છે. તેમજ ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળી આ ત્રણેય દિવસે વિવિધ પૂજાનું મહત્વ રહેલું છે. જેમાં ધનતેરસના દિવસે લક્ષ્મીની સાથે કુબેરદેવની પણ પૂજા કરવાનું મહત્વ છે.

દિવાળીના દિવસોમાં 3 દેવીઓનું પૂજન

PUJA 1

“ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી એમ ત્રણેય દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. તેમજ ધનતેરસ એટલે મહાલક્ષ્મીની પૂજા, કાળીચૌદસ એટલે મહાકાળીની પૂજા, અને દિવાળીના દિવસે માં સરસ્વતીની પૂજાનું મહત્વ છે. આ ત્રણેય દેવીઓને ત્રિગુણાત્મક સ્વરૂપ ગણવામાં આવે છે. ત્રિગુણાત્મકાનો અર્થ થાય છે સત્વ, રજસ અને તમસ. તેમજ આ 3 ગુણોની સાથે આ માતાજી જોડાયેલા છે. આ 3 ગુણો સાથે સનાતન ધર્મના મૂળ દેવતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જોડાયેલા છે. જેથી ત્રણે દિવસે ત્રણે દેવીઓની પૂજાનું વિશેષ મહત્ત્વ છે.

દિવાળીના દિવસે આનંદનો માહોલ હોય છે. સૌ કોઈ એવું ઈચ્છે છે કે પોતાના ઘરે ધન, ધાન્ય અને સમૃદ્ધિ આવે કારણ કે ધનનું પણ જીવનમાં મહત્વ છે. તેમજ ધન પ્રાપ્તિ માટે શ્રી સુક્તમ અને વિધિ વિધાનથી પાઠ કરવામાં આવે છે. શ્રી સુક્તમની વિધિ એ વૈદિક સ્તુતિ છે. વેદના ઋષિઓએ પણ આ વાતનો ઉલ્લેખ કરી કહ્યું છે કે ધન કમાઓ. પરંતુ આ ધન આપણે નીતિ અને પ્રામાણિકતાથી કમાવવાનું છે. તેમજ ધન કમાઈને લક્ષ્મીને અર્પણ કરી પ્રસાદ રૂપે વાપરવું જોઈએ. આ દિવસોમાં રંગોળી કરવામાં આવે છે. આ ઉપરાંત ઘર આંગણે દીવા થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.