• સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી સતત બે વર્ષ સુધી કરાશે: કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સામેલ થતા વડાપ્રધાન

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરૂષ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જન્મ જયંતિની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે કેવડીયા (એકતાનગર)માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સામેલ થયા હતા. તેઓએ એકતા પરેડમાં ભાગ લીધો હતો. વિશ્ર્વની સૌથી મોટી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વલ્લભભાઇ પટેલને નમન કર્યા હતા.

કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સામેલ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઇ પટેલ ધ્યેયમાં રાષ્ટ્રવાદી હતા, સંકલ્પમાં સત્યવાદી અને વ્યવહારમાં યથાર્થવાદી હતા. તેઓએ હમેંશા દેશ હિતમાં કામ કર્યું હતું. આજે આપણે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. આગામી બે વર્ષ સુધી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે. જેમાં દેશવાસીઓને સામેલ કરવામાં આવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખરેખર એકતાની એક મજબૂત કડી છે. સરદાર સાહેબની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમાના નિર્માણ માટે દેશના ખૂણે ખૂણેથી માટી અને લોખંડ લાવવામાં આવ્યું હતું. એસઓયુના નિર્માણમાં જ એકતા છે. આજની એકતા પરેડ ખરેખર અદ્ભૂત છે. દેશની એકતાના તમામ સંકલ્પો સિધ્ધ કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આજે વિશ્ર્વભરમાં ભારતની ચર્ચા થઇ રહી છે. તેઓએ દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે દિવાળીનું પર્વ ભારતને વિશ્ર્વ સાથે જોડે છે. આજે વિશ્ર્વમાં ભારતના આધાર કાર્ડની વિશ્ર્વસનીયતા અંગે ચર્ચા થઇ રહી છે.

કેટલાક તત્વો ભારતની એકતાને તોડવાના પ્રયાસો કરે છે. આવા તત્વો સામે આપણે સાથે મળીને લડવાનું છે. આવા તત્વો નથી ઇચ્છતા કે ભારત વિકસીત બને. ભારત વિશ્ર્વ બંધુત્વની ભાવના સાથે આગળ વધી રહ્યું છે. એકતાની મજબૂત કડીથી જોડાશે. અમારી દરેક યોજના અને નીતિમાં દેશની એકતાને પ્રાધાન્ય આપવામાં આવી છે. વિકાસ અને વિશ્ર્વાસમાં એકતા દેખાય છે. ભારત હવે વન નેશન વન ઇલેક્શન તરફ આગળ વધી રહ્યું છે. ભારત પાસે નવી દ્રષ્ટિ છે અને દિશા પણ છે. આગામી 25 વર્ષ દેશની એકતા માટે ખૂબ જ મહત્વના છે. એકતા જ સામાજીક સદ્ભાવનાની જડીબુટ્ટી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.