આજે 31 ઓક્ટોબરના રોજ પ્રકાશનો પર્વ દિવાળી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્યારે પૂજા દરમિયાન અમુક નિયમોનું પાલન જરૂરી છે. તો ચાલો જાણો આ દિવસે કયા કલરના કપડાં પહેરવા ટાળવા જોઈએ…

પ્રકાશનો પર્વ એવો દિવાળીનો તહેવાર આજે દેશ સાથે દુનિયામાં ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ દિવસે લોકો પોતાના ઘરમાં દીવા પ્રગટાવે છે. દીવાઓ સાથે ઘરને રંગબેરંગી લાઈટો સાથે શણગારે છે. આ સાથે જ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજાનું વિધાન છે. આ દિવસે લક્ષ્મી પૂજન કરવાથી જીવનમાં હંમેશા ખુશી રહે છે અને પૈસાની કમી અને માનસિક તણાવમાંથી છુટકારો મળે છે. પરંતુ લક્ષ્મી પૂજન દરમિયાન કેટલાક વિશેષ નિયમોનું પાલન જરૂરી છે.

આજના દિવસે લક્ષ્મી પૂજામાં રંગોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. જો તમે અશુભ રંગોને પહેરી માતા લક્ષ્મીની પૂજા કરો છો, તો તમને પાપ લાગી શકે છે. તો ચાલો જાણો એવા 3 રંગો વિશે. જે કલરના કપડાં પહેરી પૂજા કરવું અશુભ માનવામાં આવે છે.

લક્ષ્મી પૂજા માટેનું શુભ મુહૂર્ત?

આ વખતે દિવાળીનો તહેવાર 31 ઓક્ટોબર 2024ના રોજ દેશભરમાં ઉજવવામાં આવશે. 31 ઓક્ટોબરના રોજ સાંજે 6:25 થી 8:20 સુધી દેવી લક્ષ્મીની પૂજા કરવાનો શુભ સમય છે. તેમજ લક્ષ્મી પૂજાનો સામાન્ય સમય 31 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 8:20 થી 8:50 સુધીનો છે.

કયા રંગના કપડાં ન પહેરવા જોઈએ?

BLACK 2

લક્ષ્મી પૂજા દરમિયાન કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. તેમજ કાળો રંગ નકારાત્મકતા દર્શાવે છે. તેથી શુભ દિવસો અને તહેવારો પર કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. કાળા ઉપરાંત ઘેરા રંગના કપડાં જેવા કે બ્લુ, ભૂરા વગેરે પણ દિવાળીના દિવસે ન પહેરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.