પ્રકાશપર્વ દિવાળીના તહેવારો શરુ થવાને ગણતરીના કલાકોની વાર છે, જેમાં ચોપડા પૂજન પરંપરા પણ જોવા મળે છે. તેમજ વેપાર માટેના નવા વર્ષની શરૂઆત પણ તે દિવસથી જ થાય છે. જેના માટે ચોપડા પૂજન કરવામાં આવે છે.

અનુસાર માહિતી મુજબ, દિવાળીના દિવસે લોકો ખાસ લક્ષ્મીપૂજન કરતા હોય છે અને ત્યારબાદ ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે. ત્યારે મોટાભાગે વેપારીઓ દ્વારા ચોપડા પૂજન કરવામાં આવે છે. એવામાં લોકો દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને હાલ નવા ચોપડાની પણ ખરીદી કરી રહ્યા છે.

પુરાણમાં મહત્વ આપણા પદમ પુરાણ ભવિષ્ય પુરાણ ગ્રંથો મા જુદી જુદી રીતે દિવાળીનું મહત્વ છે . તેમાં ખાસ કરીને બ્રહ્મ પુરાણ પ્રમાણે દિવાળીની રાત્રિએ લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે આથી જ લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે.

chopda1

મહાલક્ષ્મીજીના 8 સ્વરૂપ છે. તેમજ દિવાળીના ચોપડા પૂજનમાં ક્લમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે. તેમજ માં લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે  છે અને મહાસરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડા પૂજનમાં મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું પૂજન કરવામાં આવે છે અને છેલ્લે લક્ષ લાભ. લાભ સવાયા બોલવા માં આવે છે એટલે કે મહાલક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર સવાયો થાય.

અષ્ટ લક્ષ્મીનાં નામ :

ઓમ શ્રી લક્ષ્મયૈ નમ:

ઓમ વિદ્યા લક્ષ્મી નમ:

ઓમ સોભાગ્ય લક્ષ્મી નમ:

 ઓમ અમૃત લક્ષ્મી નમ:

ઓમ કામ લક્ષ્મી નમ:

ઓમ સત્ય લક્ષ્મી નમ:

ઓમ ભોગ લક્ષ્મી નમ:

ઓમ યોગ લક્ષ્મી નમ:

શુકન સાચવવા માટે કરે છે ચોપડાની ખરીદી :

chopada

 

ચોપડાના વેપારીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી ચોપડા પૂજનનું મહત્વ વધ્યું હોય તેમ દર વર્ષે અમારી પેઢી દ્વારા 15થી 20 % વધારે ચોપડા વેચવામાં આવતા હોય છે. નવા ચોપડા લોકો મુખ્યત્વે પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દિવાળીના દિવસે એમ વર્ષમાં માત્ર આ 3 દિવસે વધારે ખરીદી કરતા હોય છે. જ્યારે હિન્દુ ધર્મમાં દિવાળીને મહત્વનો તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પણ ચોપડાની ખરીદી કરતા હોય છે. ત્યારે હાલમાં આધુનિક યુગ છે અને ભલે લોકોનો તમામ વેપાર ઓનલાઇન પણ હોય પરંતુ તેઓ એક શુકન સાચવવા માટે ચોપડા પૂજન કરતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.