• નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી નાગરિકો સાથે શુભકામનાઓનું આદાન પ્રદાન કરશે.

દિવાળી ઉત્સાહ, ઉમંગ અને નવી ઉર્જાનો તહેવાર છે. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક તહેવાર દિવાળીનો છે. દિવાળીના દિવસો શરૂ થઈ ગયા છે. અને દિવાળી બાદ વિક્રમ સવંત મુજબ આપણુ નવું વર્ષ શરૂ થશે. ત્યારે આપણી પરંપરા અને સંસ્કૃતિ મુજબ એક-બીજાને તહેવારની શુભકામનાઓ પાઠવીએ છીએ. ત્યારે પ્રકાશ વર્ષના આ પર્વ નિમિતે રાજ્યપાલ આચાર્ય દેવદત્ત દ્વારા સૌને શુભકામનાઓ પાઠવવામાં આવશે.

તારીખ 2 જી  નવેમ્બરને શનિવારે નૂતન વર્ષના શુભારંભે સવારે 9:30 થી 10:00 વાગ્યા દરમિયાન રાજભવનમાં ‘નૂતન વર્ષ મિલન સમારોહ’ યોજાશે. આ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી નાગરિકોને-જાહેર જનતાને મળશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખરેખર નવા વર્ષની શરૂઆતમાં રાજભવન ખાતે જનતા સાથે શુભકામનાઓનું આદાનપ્રદાન કરશે. ગુજરાતના રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત સક્રિયપણે જનતા સાથે સંકળાયેલા છે અને વિવિધ પહેલોને પ્રોત્સાહન આપી રહ્યા છે. નવા વર્ષની ઉજવણી માટે રાજભવનમાં તેમની હાજરીએ લોકો માટે તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની ઉષ્માપૂર્ણ શુભેચ્છાઓ આપવા માટે એક શ્રેષ્ઠ તક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.