- ગેલેક્સી સર્ફેકટન્સ કંપનીએ પ્રોજેકટ ઉજાલા હેઠળ 100 સોલર સ્ટ્રીટ લાઈટો ભેટ આપી
- અજવાળા પાથરતા ભલગામડા ગામે કંપની દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
લીંબડી હાઈવે સર્કલ થી ભલગામડા ગામ પ્રવેશદ્વાર સુધીના માર્ગ પર ગેલેક્સી સર્ફેકટન્સ લિમિટેદે નવા વર્ષના પ્રારંભે પ્રોજેકટ ઉજાલા અભિયાન હેઠળ 100 જેટલા સોલર સ્ટ્રીટ લાઈટો ગામને ભેટ આપી છે. દિપાવલી પર્વે આ માર્ગ પર અજવાળા પાથરતા ભલગામડા ગામે કંપની દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.પુર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણાના હસ્તે આ સોલર સ્ટ્રીટ લાઈટોનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, લીંબડી હાઈવે સર્કલ થી ભલગામડા ગામ પ્રવેશદ્વાર સુધી ના માર્ગ પર ગેલેક્સી સર્ફેકટન્સ લિમિટેડ એ નવા વર્ષના પ્રારંભે પ્રોજેકટ ઉજાલા અભિયાન હેઠળ 100 જેટલા સોલર સ્ટ્રીટ લાઈટો ગામને ભેટ આપી દિપાવલી પર્વે આ માર્ગ પર અજવાળા પાથરતા ભલગામડા ગામે કંપની દ્વારા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પુર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય કિરિટસિંહ રાણા ના હસ્તે આ સોલર સ્ટ્રીટ લાઈટો નુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કંપની ના આશિષ પેડનેકર તથા અન્ય અધિકારીઓ તથા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નિરુભા રાણા, જિલ્લા પંચાયત પુર્વ ચેરમેન ભગીરથસિંહ રાણા, ડેલીગેટ લખધીરસિંહ તથા સરપંચ સુખદેવસિંહ રાણા, ઉપ સરપંચ શક્તિસિંહ તથા ગામના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગેલેક્સી સર્ફેકટન્સ કંપનીના એ હજુ પણ આગામી પ્રોજેક્ટ દરમિયાન ભલગામડા ગામની વધુ સુવિધા માટે સહભાગી બનવા માટે ની તૈયારી બતાવી હતી.