• જાણે હમણા જ બોલી ઉઠશે તેવી અદ્ભૂત રંગોળીઓએ જજને પણ મૂંઝવ્યા

રંગીલુ રાજકોટ શહેર તેના ઝડપી વિકાસની સાથોસાથ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ વિખ્યાત છે. જુદા-જુદા પ્રસંગોએ યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોએ રાજકોટ શહેરને ખાસ ઓળખ પ્રદાન કરી છે. એમાં પણ જ્યારે દિવાળી જેવો સૌનો મનપસંદ એવો દિવ્ય તહેવાર આવે ત્યારે રાજકોટની રોનક દીપી ઉઠે છે. વધુ એક વખત દિવાળીના તહેવારને યાદગાર બનાવવા અને નાગરિકોમાં આનંદ, ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉના વર્ષોની માફક આ વર્ષે પણ રેસકોર્સ રિંગ રોડ ખાતે “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.

“રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” અનુસંધાને મંગળવારે બપોર બાદ 04:00 કલાકથી રેસકોર્ષ રિંગ રોડ ખાતે “રંગોળી સ્પર્ધા” અંતર્ગત સ્પર્ધકો દ્વારા રંગોળી તૈયાર કરેલ. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી. રંગોળી રાત્રે 10:00 કલાકે મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, વિનુભાઈ સોરઠીયા, મંજુબેન કુગસીયા, અગ્રણી વિનોદભાઈ પેઢડીયા, ઘનશ્યામભાઈ કુગસીયા દ્વારા નિહાળવામાં આવેલ અને સ્પર્ધકોને સુંદર અને થીમ આધારિત રંગોળી બનાવવા અને સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો અનુસંધાને યોજવામાં આવેલ “રંગીલુ રાજકોટ દિવાળી ઉત્સવ” અંતર્ગત આયોજીત “રંગોળી સ્પર્ધા” તા.31/10/2024 સુધી નિહાળવા રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા રંગીલા રાજકોટવાસીઓને નિમંત્રણ પાઠવે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.