દિવાળીએ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે. આ તહેવાર આનંદ, પ્રકાશ અને અનિષ્ટ પર સારાની જીતનું પ્રતિક છે. ત્યારે દિવાળીને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવાળી અંતર્ગત તમામ ખરીદીઓ કરી લેવામાં આવી છે. પરંતુ ઉજવણીની સાથે સાથે પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જ અગત્યની છે.

ફટકડા મર્યાદિત પ્રમાણમાં ફોડવાp0b18znc

દિવાળીમાં ફોડવામાં આવતા ફટાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે હવાનું પ્રદૂષણ વધે છે. જેની લોકોના સ્વાસ્થ્ય પર સીધી અસર પડે છે. જેને લઈને ઈકો ફ્રેન્ડલી રીતે દિવાળીની ઉજવવી કરવી જોઈએ. જેથી પર્યાવરણની જાળવણી પણ થઈ શકે. દિવાળીના દિવસોમાં ફટાકડાનું ખાસ મહત્વ હોય છે. લોકો સાથે મળીને ફટાકડા ફોડે છે, પરંતુ ફટાકડામાંથી નીકળતા ધુમાડાને કારણે પર્યાવરણને નુકસાન થાય છે. ઘણા શહેરોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અથવા તેની સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે.

દીવડાનો ઉપયોગdeeps

દિવાળીનો તહેવાર અમાવસ્યાની રાતે ઉજવવામાં આવે છે. તેથી આ દિવસે ઘરમાં દીવા પ્રગટાવવાની પરંપરા ચાલી આવી છે, પરંતુ બદલાતા સમય સાથે લોકો હાલ મીણબત્તીઓ અને પ્લાસ્ટીકના દીવાઓનો વધુ ઉપયોગ કરે છે જે પર્યાવરણ માટે હાનિકારક છે, તેના બદલે માટીના દીવાનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રંગો અને ફૂલોથી રંગોળી બનાવો3456158c8546ffbb78148781380301cc524fa

દિવાળી પર ઘરમાં રંગબેરંગી રંગોળી કરવામાં આવે છે. આ પરંપરા હજી સુધી સાચવાઈ રહી છે. ત્યારે રંગોળી માટે પાકા કલરની જગ્યાએ પ્રાકૃતિક રંગો અથવા ફૂલોનો ઉપયોગ કરો. આ ઉપરાંત કોફી પાવડરનો ઉપયોગ કરીને પણ રંગોળી બનાવી શકાય છે. આ ઉપરાંત આસપાસ જો પંખીઓ જોવા મળતા હોય તો રંગોળીમાં ચોખાનો ઉપયોગ કરી શકાય છે જેથી પંખીને ચણ પણ મળી રહે.

પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો511bcvz2jhl sl1001 500x500 1

દિવાળી પર ઘરને સજાવવા માટે પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો અથવા ન કરો. બજારમાંથી દરવાજા માટે ખરીદવામાં આવતા કૃત્રિમ તોરણના બદલે રિયલ ફૂલોના હાર બનાવવો વધુ યોગ્ય છે. અથવા ઘરે રહેલા નકામા કાગળ અથવા કપડાંનો ઉપયોગ કરીને સુશોભન વસ્તુઓ બનાવી શકો છો.

કાગળની થેલીઓનો ઉપયોગ કરોprinted paper bag

દિવાળીની શુભકામના પાઠવવા દિવાળીના દિવસે લોકો એકબીજાના ઘરે મીઠાઈ અને ગિફ્ટ લઈ જાય છે. આવી સ્થિતિમાં આ વસ્તુઓ માટે પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાગળની બેગ અથવા કાપડની બેગનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.