• ખાતાકીય PSI બઢતીની પરીક્ષા મોડ-3નું હંગામી પરિણામ જાહેર
  • રાજકોટ શહેરના 23 ASI  પાસ
  • રાજકોટ ગ્રામ્યમાં 22માંથી 1 મહિલા સહિત 4 જ પાસ થયા

ગુજરાત પોલીસ તંત્રમાં મોટા પાયે ભરતીની સાથે બઢતીની પ્રક્રિયા પણ જોરશોરમાં શરૂ થઇ છે. ત્યારે ડાયરેક્ટ ASI અને બઢતી સાથે ASI બનેલા પોલીસ કર્મચારીઓને PSI બનવા માટે ખાતાકીય પરીક્ષા લેવાઇ હતી. તેમજ આ પરીક્ષામાં રાજ્યભરના 1350 જેટલા મહિલા-પુરુષ ASI એ PSIની બઢતી મેળવવા માટે પરીક્ષા આપી હતી. આ દરમિયાન ખાતાકીય બઢતીની પરીક્ષા બાદ દિવાળીના તહેવાર પૂર્વે તંત્ર દ્વારા હંગામી પરિણામ જાહેર કરાર્યુ હતું.

જેમાં 1350 મહિલા-પુરુષ ASIમાંથી માત્ર 337 જ કર્મચારીઓ પાસ થયા છે. PSI ની બઢતી માટેની આ પરીક્ષામાં રાજકોટ સિટી પોલીસના 19 મહિલા સહિત 59 ASIએ પરીક્ષા આપી છે, જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસના 6 મહિલા સહિત 22 ASIએ ફોજદારની બઢતી માટેની ખાતાકીય પરીક્ષા આપી હતી. ત્યારે મંગળવારે તંત્ર દ્વારા જાહેર કરાયેલા હંગામી પરિણામમાં રાજકોટ સિટી પોલીસના મહિલા-પુરુષ મળી 59માંથી 12 મહિલા અને 11 પુરુષ ASI જ પાસ થયા હતા.

જેમાં 7 મહિલા સહિત 36 ASIને નાપાસ જાહેર કરાયા હતા. જ્યારે રાજકોટ ગ્રામ્ય પોલીસના મહિલા-પુરુષ મળી 22 ASIમાંથી માત્ર 1 મહિલા અને 3 પુરુષ ASI પાસ થયા છે. જેમાં 5 મહિલા સહિત 18 ASIને નાપાસ જાહેર કર્યા છે. આમ 337 ASIએ PSIની બઢતી પરીક્ષા પાસ કરતા આગામી દિવસોમાં તેમને PSI તરીકે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પોસ્ટિંગ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.