- આ દુર્ઘટનામા 135 લોકોએ જીવ ગુમાવ્યા
- દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને સામાજિક કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
બે વર્ષ પહેલા 30 ઓકટોબર 2022ના રોજ મોરબી ઝુલતા પુલ તુટી પડ્યો હતો.અને આ દુર્ઘટનામા 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.જે દિવ્ય આત્માઓની શાંતિ માટે શહેરના હિન્દુ મુસ્લિમ સામાજિક કાર્યકર્તાઓએ આજે દુર્ઘટના સ્થળ પર શાંતિ હવનનું આયોજન કર્યું હતું.અને દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોરબીમાં આજથી બે વર્ષ પહેલા 30 ઓકટોબર 2022ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો અને આ દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે આ દુર્ઘટના ને મોરબી ક્યારેય ભૂલી નહિ શકે તેમજ આજે આ દુર્ઘટનાને બે વર્ષ પૂર્ણ થતા મોરબીના સામાજીક કાર્યકરો દ્રારા દુર્ઘટના સ્થળ એવા સામાકાંઠે વિસ્તાર, એલ.ઈ.કોલેજ રોડ, મહાપ્રુભજીની બેઠક આગળ, ઝુલતાપુલનો પાછળના ભાગ ખાતે સર્વે જ્ઞાતીના મૃતકોની આત્માની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબીના સામાજીક કાર્યકરો રાજુ દવે, જગદીશ જી. બાંભણીયા, અજય વાઘાણી, રાણેકવાળીયા દેવેશ મેરૂભાઇ, મુછડીયા વાલજી ધનજી, મુસા બ્લોચ, સામાજીક કાર્યકરો દ્વારા મોરબીની ઝુલતા પુલ દુર્ઘટનામાં હિન્દુ મુસ્લીમ દિવ્ય આત્માાઓના મોક્ષાર્થે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯-૩૦ થી બપોરે 1-00 વાગ્યા સુધી ઝુલતાપુલના પાસેના વિસ્તાર, મયુર હોસ્પીટલની પાસે, સ્વામીનારાયણ મંદિર બાજુમાં દિવ્ય આત્માઓને શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરાયું હતું. મોરબીના તમામ હિન્દુ-મુસ્લીમ જનતાને શાંતિ હવનમાં આહુતિ આપી દિવ્ય આત્માઓને શાંતિ (મોક્ષ) મળે તે માટે જાહેર જનતાને ઉપસ્થિત રહેવા વિનંતી કરાઇ છે. જે શાંતિ હવન મોરબી જુલતા પુલ દુર્ઘટનાને 2 વર્ષ પુર્ણ થતા અને દિવ્ય આત્માઓને શાંતિ મળે તથા તેમના પરીવારને યોગ્ય ન્યાય સત્વરે મળે તે માટે આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જે હવનમાં લાભ લેવા સામાજીક કાર્યકરો દ્વારા લાગણી વ્યક્ત કરાઈ છે. મોરબીની તમામ હિન્દુ મુસ્લિમ જનતાને બહોળી સંખ્યામાં આહુતી આપવા પધારવા સામાજીક કાર્યકરોએ વિનંતી કરી છે.