સુરતમાં ગુનાહોમાં વધારો થતો જોવા મળે છે તો તેની સામે પોલીસ વિભાગ દ્વારા પણ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ દ્વારા વણ ઉકેલાયેલા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી તેના આરોપીઓને શોધી કાઢી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે તો બીજી બાજુ તેમની પાસે થી મળી આવેલ ચોરીનો મુદ્દા માલ પણ મૂળ માલિકોને પરત આપવામાં આવે છે.

ત્યારે અઠવા પોલીસે ઘરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ કોર્ટમાંથી છોડાવી મુળ માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પરત કર્યો હતો. જેમાં અઠવા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરી થઈ હતી જેમાં 45 લાખ 86 હજારથી વધુની ચોરી થઈ હતી આ મામલે અઠવા પોલીસે તપાસ હાથ ધરી મધ્યપ્રદેશના ઈન્દોરથી ઘરફોડ ચોરને ઝડપી પાડી 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો હતો. અને ફરિયાદી પાસે કોર્ટમાં અરજી કરાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ અઠવા પોલીસે મુદ્દામાલ મુળ માલિકને પરત કર્યો હતો.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.