- Diwali નાં તહેવારમાં પ્રાથમિક શાળાનાં શિક્ષકોને મોટી ભેટ
- અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત 01 નવેમ્બરે કરાશે
- શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ટ્વીટ કરીને માહિતી આપી
શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારી પ્રાઈમરી શાળાઓમા ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 સુધીના કુલ 13,800 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં પ્રથમિક શિક્ષકોના અનુરોધ પર ડિસ્ટ્રિક્ટ ટ્રાંસફર શિબિરનુ પણ આયોજન કરવામાં આવશે.
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શનમાં સરકારની દિવાળીની ભેટ
સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે 1 નવેમ્બરે પ્રાથમિક શાળાઓમાં અંદાજે 13800 જગ્યા માટે વિદ્યાસહાયકની ભરતીની જાહેરાત
આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરાશે. pic.twitter.com/s4wkVu3lyE
— Praful Pansheriya (@prafulpbjp) October 29, 2024
રાજ્ય સરકારનુ મોટુ એલાન
રાજ્ય સરકાર ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 સુધીના 13800 શિક્ષકોની ભરતી કરશે. આ માટે ઓફિશિયલ નોટિકિકેશન 1 નવેમ્બર 2024 ના રોજ પબ્લિશ કરવામાં આવશે. એટલે નવા વર્ષ પહેલા સરકાર શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલ કૈંડિડેટ્સને મોટી ભેટ આપશે.
CM ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 , ધોરણ 6 થી 8 અને અન્ય માધ્યમના કુલ મળીને 13800 શિક્ષકો ની ભરતી તા. 01/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે.
શિક્ષણમંત્રીએ આગળ કહ્યું કે, આ ભરતીની સમાંતર હાલ કામ કરતા શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન હાથ ધરાશે. સરકારની આ જાહેરાત બાદ વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પણ ટ્વીટ કરી શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.તમામ ભાવિ વિદ્યાસહાયકોને ખૂબ ખૂબ અભિનંદન… તમારા સંઘર્ષની જીત છે. બસ ભરતી વગર વિલંબ અને વિઘ્ન રહિત પૂરી થાય તેવી લક્ષ્મીજીને પ્રાર્થના. 24,700 ની સંપૂર્ણ જગ્યા ભરાવવા ક્રમિક_ભરતી થવી ખૂબ જરૂરી છે. ક્રમિક ભરતી થશે તો મહત્તમ જગ્યા ભરાશે.