આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ અથવા અન્ય પાસેથી એવું સાંભળતા હોઈએ છીએ કે ‘યાર મૂડ નથી’. કોઈ કારણસર ઘણીવાર મૂડ ખરાબ થતો હોય છે તો અમુક્વાર કોઇ ચોક્કસ કારણ વગર પણ મૂડ નથી હોતો. ત્યારે મૂડ સુધારવા માટેના ઘણા રસ્તાઓ હોય છે, જેમાનો એક રસ્તો ફૂડનો છે. મૂડ વારંવાર ખરાબ થઇ જતો હોય તો ખુશ રહેવા માટે રોજિંદા આહારમાં એવા ખાદ્યપદાર્થોને સામેલ કરવા જોઇએ જેના સેવનથી મૂડ સારો રહે છે.
ડાર્ક ચોકલેટ
ડાર્ક ચોકલેટ ખાવાથી મૂડ બુસ્ટ થાય છે. તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ ગુણ ટેન્શનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. ડાર્ક ચોકલેટ ખાવાથી હેપ્પીનેસના હોર્મોન્સમાં વધારો થાય છે. જે વ્યક્તિને ડિપ્રેશનનો અનુભવ થઈ રહ્યો હોય તેણે ડાર્ક ચોકલેટ જરૂરથી ખાવી જોઇએ. આ ઉપરાંત ડાર્ક ચોકલેટનું સેવન હૃદય માટે પણ ફાયદાકારક છે.
કોફી
કોફીમાં કેફીનની માત્રા સારા પ્રમાણમાં હોય છે. ખરાબ મૂડને સુધારવા માટે કોફીનું સેવન કરવું ફાયદાકારક છે. જોકે કોફીને લિમિટેડ માત્રામા જ પીવી જોઇએ. કોફીમાં કેફીનનું પ્રમાણ વધુ પડતુ હોવાથી અનિંદ્રાની તકલીફ થઇ શકે છે.
કેળા
કેળામાં વિટામિન બી-6, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં સમાયેલા હોય છે. તેથી કેળા ખાવાથી મન ખુશ થાય છે. સાથેસાથે તાજગીનો પણ અનુભવ થાય છે. સવારે દૂધ-કેળા ખાવાથી દિવસ દરમિયાન મૂડ સારો રહે છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
અખરોટ
મગજના આકારનું અખરોટ, મગજને શાર્પ કરવા માટે તો ખાવામાં આવે જ છે. પરંતુ તેનાથી મૂડમાં પણ સુધારો થાય છે. અખરોટમાં ઓમેગા ૩, ફેટી એસિડ અને મેગ્નેશિયમ સમાયેલા હોય છે. અખરોટ ટેન્શન દૂર કરવાનો ઉત્તમ સ્ત્રોત છે. તેના સેવનથી સેરોટોનિનની માત્રા વધે છે. જેથી હેપ્પીનેસ હોર્મોન્સમાં પણ વધારો થાય છે. સવારે નિયમિત રીતે 2 અખરોટ ખાવાથી મૂડ સારો રહે છે.
ઓટસ
ઓટસમાં ફાઇબર અને આર્યન ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. તેથી જ મોટા ભાગના સ્વાસ્થ્ય નિષ્ણાંતો સવારના નાસ્તામાં ઓટસને સામેલ કરવાની સલાહ આપતાં હોય છે. ફાઇબર શરીરમાં શુગરનું સ્તર વધતું અટકાવે છે. જ્યારે આર્નય શરીરમાંના ઓક્સીજન સ્તરને વધારે છે. તેથી સ્વયંને તાજગીભર્યું અને ખુશ-ખુશાલ ફીલ થાય છે.
ગ્રીન ટી
બોડી મેન્ટેન કરવામાં તો ગ્રીન ટી ઉત્તમ છે જ. સાથે તેમાં એન્ટીઓક્સીડન્ટ અને એમિનો એસિડ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. તેનુ સેવન કરવાથી મૂડ સારો રહે છે.
શકરિયાં
શકરિયામાંમાં કાબ્રોહાઇડ્રેટની માત્રા અધિક હોય છે. તેના સેવનથી સેરોટોનિન લેવલ વધે છે જે મૂડને સારો કરવામાં મદદ કરે છે.
સૂકા મેવા અને મગફળી
બદામ,અખરોટ, અલસી અને કોળાના બિજમાં ટટોયરોસિનની ઊચ્ચ માત્રા જોવા મળે છે. જેનાથી ડોપામાઇનનું સ્તર વધે છે. દિવસ દરમિયાન મુઠ્ઠી ભર મગફળી અને બિયાને આહારમાં સામેલ કરવાથી સ્વાસ્થ્ય પર તેની અસર દેખાય છે. તે શેકેલા, રાતના પાણીમાં પલાળીને સવારે અથવા તો ઓરીજનલ સ્વરૂપમાં પણ ખાઇ શકાય છે.
હળદર
નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ હેલ્થ અનુસાર, હળદરને આહારમાં સામેલ કરવાથી શરીરને કરક્યૂમિન તત્વ મળી રહી છે. જેથી ડોપામાઇનના સ્તરમાં વૃદ્ધિ થાય છે. હળદર મૂડ સારું કરવાનું કામ કરે છે. તેમજ શરીરને સ્ફૂર્તિલું રાખે છે.
સંતરા
સંતરા ખાવાથી પણ મૂડમાં સુધારો થાય છે. અમેરિકન હાર્ટએસોસિએશનના અનુસાર સંતરા બ્રેન હેલ્થને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સંતરામાં વિટામિન C ભરપૂર માત્રામાં સમાયેલું હોય છે. ડ્રિપેશનનો શિકાર બનતી વ્યક્તિમાં મોટાભાગે વિટામિન C ની કમી થવા લાગી હોય છે. સંતરામાં એન્ટી ઓક્સીડન્ટના ગુણ સમાયેલા હોય છે. જે મગજમાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે જેથી મૂડમાં સ્થિરતા જળવાઇ રહે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.