• આયુષ્માન ભારત યોજના: હવે 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે હેલ્થ કવરેજ, સરકારે કર્યું લોન્ચ

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના તમામ વડીલ નાગરિકોને હેલ્થ કવરેજ મળશે. આ સુવિધા કોઈ પણ આવક વર્ગના વૃદ્ધોને મળી શકશે. દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે. આ સિવાય જે પરિવાર પહેલેથી આયુષ્યમાન યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે તેમના પરિવારના વરિષ્ઠ નાગરિકોને અલગથી વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો સારવારનો લાભ મળી શકશે. તેનાથી દેશના લગભગ 4.5 કરોડ પરિવારોના 6 કરોડથી વધુ વડીલોને લાભ મળશે. અત્યાર સુધી આ યોજનામાં ઓછી આવક વર્ગના પરિવારોને સામેલ કરાતા હતા. જ્યારે વડીલો માટે શરૂ કરાયેલી આ યોજનામાં હવે કોઈ આવક મર્યાદા નહીં રહે.

આ યોજના હેઠળ વડીલોને વિશેષ આયુષ્યમાન કાર્ડ ઉપલબ્ધ કરાશે. જે ફેમિલી આયુષ્યમાન કાર્ડથી અલગ હશે. આ સ્પેશિયલ કાર્ડ 29 ઓક્ટોબરથી મળવાના શરૂ થઈ ગયા છે. પીએમ મોદીએ દિલ્હીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન અનેક વડીલોને કાર્ડ સોંપ્યા. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા સહિત અનેક અન્ય મંત્રી અને ઓફિસર હાજર હતા. આ આયુષ્યમાન કાર્ડ BIS પોર્ટલ/આયુષ્યમાન એપના માધ્યમથી બની શકશે અને તેના માટે વડીલ વ્યક્તિએ પોતાના આધાર કાર્ડ અપડેટ અને KYC પણ કરાવવું પડશે. જે વૃદ્ધ નાગરિકોના પ્રાઈવેટ હેલ્થ ઈન્શ્યુરન્સ છે તેમની પાસે પ્રાઈવેટ અને આયુષ્યમાન ભારત યોજના એમ બંને ઈન્શ્યુરન્સમાંથી એક પસંદ કરવાનો વિકલ્પ રહેશે.

અત્રે જણાવવાનું કે પીએમ મોદીએ ભારતના પહેલા અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનના બીજા તબક્કાનું પણ ઉદ્ધાટન કર્યું. જેમાં એક પંચકર્મ હોસ્પિટલ, દવાઓ બનાવનારી એક આયુર્વેદ ફાર્મસી, એક સ્પોર્ટ્સ મેડિસિન યુનિટ, એક સેન્ટ્રલ લાઈબ્રેરી, એક આઈટી અને સ્ટાર્ટઅપ ઈન્ક્યુબેશન સેન્ટર તથા 500 સીટવાળું એક ઓડિટોરિયમ સામેલ છે. સેવા વધારવા અને સ્વાસ્થ્ય સેવાને વધુ સુલભ કરવા માટે ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ થશે. પીએમ મોદીએ 11 તૃતીયક સ્વાસ્થ્ય સંસ્થાનોમાં ડ્રોન સેવાનું શુભારંભ કર્યો.

  • હવે 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ કવરેજ મળશે. આજે પીએમ મોદીએ આયુષ્માન કવરેજમાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ સામેલ કર્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો માટે આરોગ્ય વીમા કવચ શરૂ કર્યું. PM મોદીએ નવી દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ (AIIA) ખાતે ધન્વંતરી જયંતિ અને 9મા આયુર્વેદ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં લાભાર્થીઓને આયુષ્માન વય વંદના કાર્ડ આપ્યા. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકો તેમની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વાર્ષિક રૂ. 5 લાખ સુધીની મફત સારવાર મેળવશે, જે ભારતમાં આરોગ્યસંભાળ સુલભતા અને સર્વસમાવેશકતામાં એક નવો માપદંડ સાબિત થઈ શકે છે અને મીડિયા પ્લેટફોર્મ પર યોજનાની જાહેરાત સુલભતાની ખાતરી કરે છે.

કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દિલ્હી અને પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારોની યોજનામાં ભાગ ન લેવા બદલ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકોની માફી માંગે છે કારણ કે તેઓ તેમની સેવા કરી શકશે નહીં. આ રાજ્યોના રાજકીય હિતોને કારણે બિમાર લોકોની સેવામાં અવરોધ આવી રહ્યો છે. વડાપ્રધાને એમ પણ કહ્યું કે તેઓ દેશના લોકોની સેવા કરવા માંગે છે, પરંતુ રાજનીતિની દીવાલો તેમને દિલ્હી અને પશ્ચિમ બંગાળના વડીલોની સેવા કરતા રોકી રહી છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.