ભારતમાં અનેક મંદિરો, સંસ્કૃતિ, ધરોહર, કારીગરી અને ઝીણવટ ભરેલી કલાકૃતિઓ રહેલી છે જેની ભવ્યતા જોઇને આંખ તેજ આવી જાય છે. આવું જ એક સોનેરી મંદિર રાજસ્થાનના અજમેરમાં બનાવવામાં આવ્યું છે. અજમેરમાં આવેલા આ મંદિરને લોકો સોનાની અયોધ્યા અને અજમેરની અયોધ્યા નગરી તરીકે ઓળખે છે. ભગવાન રૂષભદેવ અને સિધ્ધકૂટ ચૈતીયાલના નામથી પ્રસિધ્ધ આ મંદિરને જોવા ખૂબ જ રોમાંચક અનુભવ રહેશે. આ મંદિરને નીહાળવા દૂર-દૂરથી દેશ વિદેશથી પર્યટકો આવે છે. અને પોતાના જીવનનો અવિસ્મરણ્ય અનુભવનો સંગ્રહ કરીને જાય છે. અજમેરમાં બનાવેલા આ ભવ્ય મંદિરને તૈયાર થતા ૨૫ વર્ષ લાગ્યા હતા. સોના સિવાય આ મંદિરમાં તમે કાચ અને લાકડાની અદ્ભૂત કારીગરીનો ઉત્તમ નમૂનો જોઇ શકશો.

આ મંદિરની કારીગરી જોઇને દેશ-વિદેશના પર્યટકો મંત્રમુગ્ધ થઇ જાય છે આ મંદિર દિગંમ્બર જૈન સમાજની શ્રધ્ધાનું પ્રતિક છે. આ મંદિરનું નિર્માણ રાયબહાદૂર શેઠ મૂળચંદ નેમિનાથ સોનીએ કર્યુ હતું. આ મંદિરના એક રુમમાં સોનાની અયોધ્યા નગરી બનાવવામાં આવી છે. મંદિરનું નિર્માણ લાલ પથ્થરથી થયુ હોવાને કારણે તેને લાલ મંદિર પણ કહેવામાં આવે છે. આ અયોધ્યા નગરી મંદિરની પાછળ એક વિશાળ ભવન પણ બનાવવામાં આવ્યું છે. જેમાં તમે કાચની કારીગરીનો અદ્ભૂત નમૂનો જોઇ શકશો આ સ્થળની મુલાકાત ઓક્ટોમ્બરથી લઇને માર્ચ સુધીમાં લેવી એક ઉત્તમ સમય છે. ટ્રેનથી જવાન માટે તમારે અજમેર જંક્શનથી ઉતરીને સિધુ મંદિરે જવાનું રહેશે. આ ઉપરાંત અજમેરમાં તમે દરગાહ શરીફ અને ગ્રેટ વોલ ઓફ ઇન્ડિયા પણ જોઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.