ડાંગ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વહેલી સવારે “રાષ્ટ્રિય એકતા દિવસ” ની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરાયું. જિલ્લા કલેક્ટર મહેશ પટેલે આહવાના મહાત્મા ગાંધી ઉદ્યાનથી ‘રન ફોર યુનિટી’ ને લીલી ઝંડી આપી. રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિન નિમિત્તે “રાષ્ટ્રિય એકતા દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. જે કાર્યક્રમ અંતર્ગત આજરોજ તારીખ 29 ઓક્ટોબરના રોજ વહેલી સવારે 7 કલાકે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ અધિક કલેક્ટર બી.બી. ચૌધરીએ ગાંધી ઉદ્યાન ખાતે થી ‘રન ફોર યુનિટી’ દોડને લીલી ઝંડી આપી હતી.

જે દોડ ગાંધી ઉદ્યાન થી શરૂ થઇ આહવાના ફુવારા સર્કલ – ડાંગ સ્વરાજ આશ્રમથી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુર્ણ થઇ હતી. “રાષ્ટ્રિય એકતા દિવસ” ની ઉજવણી અંતર્ગત યોજાયેલ ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાની શપથ ગ્રહણ કરવામાં આવી હતી. આહવા ખાતે યોજાયેલ ‘રન ફોર યુનિટી’ ની ‘એકતા દોડ’ માં આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી સહિત દક્ષિણ નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ, ઉત્તર નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. સરવૈયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત, પાણી પુરવઠા અધિકારી હેમંત ઢીમ્મર સહિતના અધિકારીઓ/કર્મચારીઓ, સુરક્ષાકર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, વિધ્યાર્થીઓ તેમજ નગરજનો આ દોડમાં જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.