વલસાડ: 31 ઓકટોબરે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. દર વર્ષે તેમની જન્મજયંતિ એ 31 ઓકટોબરના રોજ એકતા દોડનું આયોજન કરવામાં આવે છે. જોકે આ વખતે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને 29 ઓકટોબરના રોજ રાજ્યભરમાં એકતા દોડ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે વલસાડમાં “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ. ધારાસભ્ય ભરત પટેલ, કલેક્ટર નૈમેષ દવે અને પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને વલસાડ ધારાસભ્ય ભરત પટેલ, કલેક્ટર નૈમેષ દવે અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીથી કલેકટર કચેરી – સર્કિટ હાઉસ – સરકારી વસાહત વર્ગ-3- તીથલ રોડથી ફરી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સુધી પહોંચી હતી. સરકારી અધિકારી/કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વલસાડ પ્રાંત અધિકારી આસ્થા ગોહિલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એન. એન દવે, વલસાડ મામલતદાર, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે એક ભારત શ્રેષ્ઠ ભારતના શપથ લીધા હતા.