- “અબતક” અહેવાલનો પડઘો
- “અબતક” દ્વારા ઘટનાની ગંભીરતા સમજી પ્રસિધ્ધ કરાયેલા સચોટ અહેવાલના પગલે તંત્ર સાબદે થયું
ધ્રાંગધ્રા તાલુકાના વીરેન્દ્રગઢ ગામની પ્રાથમિક શાળા સામેના તળાવમાં માછલીઓ સહીત અન્ય જડચર જીવોનાં કરુણ મોતના મામલે અંતે જિલ્લા પ્રદુષણ નિયંત્રણ વિભાગ વીરેન્દ્રગઢ પહોંચ્યો હતો અને જરૂરી સેમ્પલ લઈને પ્રાથમિક તપાસ શરુ કરી હતી. છેલ્લા 5 દિવસથી આ મામલે તંત્ર ની ઘોર નિષ્ક્રિયતાએ હદ વટાવી દેતાં ધ્રાંગધ્રા પંથક આખાના જીવદયા પ્રેમીઓ નારાજ બન્યા હતાં. ગ્રામ પંચાયત થી લઈને તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ કે જીપીસીબી સુધીના કોઈ જવાબદાર તંત્ર એક બીજાને ખો આપી રહ્યા હતાં અને તળાવમાં મૃતક માછલીઓ તેમજ કાચબા સહિતના સબો સડી રહ્યા હતાં. અબ તક મીડિયા દ્રારા ઘટનાની ગંભીરતા સમજી સચોટ અહેવાલ બતાડી તંત્રનાં આંખે લાગેલા પાટા નેં હટાવી ફેંક્યો હતો અને અંતે તંત્ર ત્વરિત કામગીરી કરવા અમલી બન્યું છે. જો કે વીરેન્દ્રગઢ તળાવમાં માછલીઓ નાં મોત મામલે પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી. પાંચ જેટલાં દિવસો વીતવા છતાંય મૃત જીવોને તળાવમાંથી હટાવવાની કામગીરી જરૂરી હતી તેમજ મોતના મામલે યોગ્ય કારણ ચકાસવા પણ કાર્યવાહી જરૂરી હતી. એક તરફ ધ્રાંગધ્રા આરોગ્ય વિભાગે તત્કાલ એક્શન બતાડી ગ્રામ પંચાયતને મૃત જીવો નેં હટાવી પશુપાલન વિભાગને જાણ કરવા પત્ર લખી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. “અબતક” અહેવાલનાં પગલે ઉચ્ચ વહીવટી તંત્ર સાબદુ બન્યું હતું અને તંત્ર હરકતમાં આવી હાલ કાર્યવાહી કરી રહ્યું છે.