• કાલે બપોરે 1.16 કલાકથી કાળી ચૌદશ
  • ગુરૂવારે દિવાળી
  • શુક્રવારે પડતર દિવસ
  • શનિવારે બેસતુ વર્ષ 
  • 6 નવેમ્બરે લાભ પાંચમ

ધનતેરસના પાવન દિવસ સાથે આજથી પાંચ દિવસીય દિપોત્સવી પર્વનો મંગલારંભ થઈ ચૂકયો છે. આવતીકાલે બપોરે 1.16 કલાકથી કાળક્ષ ચૌદશ બેસી જશે ગુરૂવારે દિવાળીના તહેવારની ઉજવણી કરાશે. શુક્રવારે પડતર દિવસ છે. જયારે શનિવારે નવા વર્ષની ઉજવણી થશે. રવિવારે ભાઈ બીજ ઉજવાશે અને 6 નવેમ્બરના રોજ લભા પાંચમ છે.

જયોતિષાચાર્ય વેદાંત રત્ન રાજદીપ જોશીએ દિવાળીના તહેવારોના શૂભ ચોઘડીયા અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે આસો વદ બારસને મંગળવારે જ સવારે 10.32 થી ધનતેરસ બેસી જશે આજે દિવસના શુભ ચોઘડીયામાં ચલ સવારે 9.41 થી 11.05, લાભ સવારે 11.05 થી 12.20, અમૃત બપોરે 12.20 થી 1.55 અને શુભ ચોઘડીયુ બપોરે 3.20 થી 4.45 કલકા દરમિયાન છે.
રાત્રીના શુભ ચોઘડિયામાં લાભ સાંજે 7.45 થી 9.20 અને શુભ ચોઘડીયું 10.55 થી 12.31 કલાક સુધી છે. અભિજિત મુહુર્ત બપોરે 12.08 થી 12.53 રહેશે.

આ દિવસે ધનની પુજા શ્રીયંત્ર પુજા કરવી ઘરના નવા સામાનની ખરીદી કરવી સોના-ચાંદીની ખરીદી કરવી શુભ રહેશે.
કાલે આસો વદ તેરશને બુધવારના બપોરે 1.16 કલાકેથી કાળી ચૌદશ શરૂ થશે. આ દિવસે બપોરે 1.16 કલાકેથી નૈવેદ્ય ધરી શકાશે. જે ગુરૂવારે બપોરે 3.53 સુધી ચૌદશ તિથિ રહેશે આથી આ સમય સુધી નૈવેધ ધરી શકાશે. બુધવારે સાંજે હનુમાનજીનીપુજા મહાકાળી પુજા યમદીપદાન દેવું શુભ ગણાશે.Untitled 4 14

આસો વદ ચૌદશને બપોરે 3.53થી અમાસ તિથિનો પ્રારંભ થાય છે. આથી જયોતિષના નિયમ પ્રમાણે દિપાવલીનું મહત્વ સાંજે પ્રદોષ કાળ અને રાત્રીનું રહેલું છે. આથી દિપાવલી ગુરૂવારે છે. ગુરૂવારે દિવસના શુભ ચોઘડિયામાં શુભ 4.45 થી 6.10 છે. રાત્રીના શુભ ચોઘડિયામાં અમૃત 6.10 થી 7.45, ચલ 7.45 થી 9.20, લાભ 12.31 થી 2.06, શુભ 3.42 થી 5.17, અમૃત 5.17 થી 6.52 છે. દિવસની શુભ હોરા રાત્રીની શુભ હોરા શુક 4.17 થી 5.12 અને બુધ 5.12થી 6.09 છે. જયારે રાત્રીની શુભ હોરા ચંદ્ર 6.09 થી 7.12, ગુરૂ 8.16 થી 9.20 શુક્ર 11.27 થી 12.30, બુધ 12.31 થી 1.34, ચંદ્ર 1.34 થી 2.30, ગુરૂ 3.41 થી 4.40 રહેશે.

ગુરૂવારના દિવસે દિપાવલી પ્રદોષકાળ પૂજન માટેનો સમય પ્રદોષકાળનો શુભ સમય સાંજે 6.09 થી 8.42 કલાક છે. વૃષભ સ્થીર લગ્ન રાત્રે 7 થી 8.42, કુંભ સ્થીર નવમાંશ 7.14 થી 7.25, વૃષભ સ્થીર નવમાંશ 7.53 થી 8.03 અને નિશિથકાળનો શુભ સમય રાત્રે 12.05 થી 12.56 રહેશે.

ચોપડા પુજન શારદા પૂજનના શુભમુુહુર્તો આસો વદ અમાસને શુક્રવારના દિવસે સાંજના 6.17 સુધી અમાસ તિથિ છે. આ દિવસે પણ સાંજના 6.17 સુધી ચોપડાપુજન કરી શકાશે.

દિવસના શુભ ચોઘડિયામાં ચલ 6.52 થી 8.17, લાભ 8.17 થી 9.41, અમૃત 9.41 થી 11.06, શુભ 12.30 થી 1.55 અને ચલ 4.44 થી 6.08 છે. બપોરે અભિજિત મુહુર્ત 12.08 થી 12.53 રહેશે.

નુતનવર્ષ બેસતુ વર્ષ વિક્રમ સંવત 2081 કારતક શુદ એકમને શનીવારે અનલ નામના સંવત્સરથી નવા વર્ષનો પ્રારંભ થશે. ચોપડામાં મિતિપૂરવા નવો વ્યાપાર શરૂ કરવા માટેના મુહુર્તો સવારે શુભ 8.17 થી 9.42, ચલ 12.30 થી 1.55, લાભ 1.55 થી 3.19 અને અમૃત 3.19 થી 4.43 રહેશે.

ભાઈબીજ રવિવારે છે જયારે કારતક શુદ પાંચમને બુધવાર લાભ પાંચમ છે. દિવસના ચોઘડીયામાં લાભ 6.55 થી 8.19 કલાક દરમિયાન, અમૃત 8.19 થી 9.43 કલાક દરમિયાન , શુભ 11.7 થી 12.30 કલાક, ચલ 3.18 થી 4.42 કલાક અને લાભ 4.42 થી 6.06 રહેશે. તેમ વેદાંત રત્ન શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.