સ્માર્ટ સિટી હેઠળ શહેરી વિકાસ માટે રૂ.૫૦૦ કરોડનો સરકારી ફાળો
વડાપ્રધાનના સ્માર્ટ સિટીના સ્વપ્ને પૂર્ણ કરવા સરકાર સ્માર્ટ સિટીની સેન્ચ્યુરી મારશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ વધુ ૧૦ શહેરોને ઉમેરવામાં આવ્યા છે. યુનિયન મીનીસ્ટર હરદિપસિંહ પુરીએ જણાવ્યું હતું કે હાઉસીંગ અને શહેરી વિકાસ મંત્રી હજુ વધુ ૯૦ શહેરોને સ્માર્ટસીટી યોજના હેઠળ જોડશે. આ યોજના અંતર્ગત દરેક શહેરોને નવીનીકરણ, આધુનિકરણ તેમજ વિવિધ પોજેકટો માટે રૂ. ૫૦૦ કરોડ આપવામાં આવશે. સ્માર્ટ સિટી મિશન હાલ કાર્યરત જ છે. દશ શહેરોમાં હવે ૯૦ શહેરો સ્માર્ટ સિટી માટે ઉમેરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ પણ કમગીરી ચાલી જ રહી છે. ત્યારે દેશભરમાં ૧૦ને બદલે ૧૦૦ સ્માર્ટ સિટી બની જાય તો વિકાસની ઉંચાઇઓની આંબવી સરળ બની જશે.
૯૦ શહેરોનું નવીનીકરણ એક ગર્વ અનુભવવા જેવી બાબત કહેવાય રાજય વિદેશી મંત્રી પુરીએ જણાવ્યું હતું કે રૂ. ૧.૪૦ હજાર કરોડના ખર્ચે કુલ ૩ હજાર પ્રોજેકટો હાથ ધરવામાં આવી રહ્યા છે. માટે દેશનો વિકાસ પણ થશે અને સ્માર્ટ સેન્ચ્યુરી ટ્રોફી મળી રહેશે. હાલ રાજકોટ, અમદાવાદ, વડોદરા જેવા અનેક શહેરોમાં મિશન સ્માર્ટસીટી બની રહ્યું છે જે ગર્વની વાત છે ત્યારે હવે સ્માર્ટ સિટીની સંખ્યામાં વધારો થશે.