ઘણી વખત એવું જોવા મળે છે કે લોકો જ્યારે તેમનું શહેર અથવા સરનામું બદલે છે, ત્યારે તેને આધારમાં અપડેટ કરી શકતા નથી. તેમજ તેઓ માને છે કે તે એક મુશ્કેલ કામ છે. આધાર કાર્ડમાં તમારા ઘરનું સરનામું બદલવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. તમે ઘરે બેઠા તેને ઓનલાઈન અપડેટ કરી શકો છો. આ માટે તમારે 50 રૂપિયા ફી ચૂકવવી પડશે. અહીં અમે તમને તેની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી રહ્યાં છીએ

ઘરે બેઠા આધાર કાર્ડમાં એડ્રેસમાં સુધારો કરો

આધાર કાર્ડ

-સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ સાઈટ myaadhaar.uidai.gov.in/ પર જાઓ.

-ત્યારબાદ અહીં લોગીન કરવા માટે તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવો પડશે. ત્યારપછી પછી કેપ્ચા કોડ દાખલ કરો અને મોકલો OTP પર ક્લિક કરો.

-આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે. તેને દાખલ કરો અને લોગિન કરો.

-હવે Aadhaar Card અપડેટ વિકલ્પ પર જાઓ. ત્યારપછી Proceed to Aadhaar Updateના વિકલ્પ પર ક્લિક કરો.

-ત્યારબાદ , આગળના પેજ પર, સરનામું પસંદ કરો અને આગળ વધો આધાર અપડેટના વિકલ્પ પર ક્લિક કરો.

-આમ કરવાથી તમારું વર્તમાન સરનામું તમારી સામે દેખાશે.

-આ પછી, તમે જે એડ્રેસને અપડેટ કરવા માંગો છો તેનો વિકલ્પ દેખાશે.

-અહીં તમારે તમારા નવા સરનામાની માહિતી ભરવાની રહેશે.

-ત્યારપછી તમારે એક દસ્તાવેજ સબમિટ કરવો પડશે, જેના પર તમારી પાસે નવું સરનામું હશે.

-આ પછી તમારે નીચે આપેલા બંને ચેક બોક્સ પર ક્લિક કરીને નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે.

-હવે તમારી સામે પેમેન્ટ ઓપ્શન આવશે. અહીં તમે તમારી ઈચ્છા મુજબ UPI, નેટ બેન્કિંગ અથવા કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકો છો.

-એકવાર ચુકવણી પૂર્ણ થઈ જાય પછી તમને રસીદ મળશે. ત્યારપછી તમારું આધાર લગભગ 30 દિવસમાં અપડેટ થઈ જશે.

-તમે દસ્તાવેજો વિના પણ તમારું સરનામું અપડેટ કરી શકો છો

-જો HOF સરનામું શેર કરવાની વિનંતીને નકારે છે, તો તમારું આધાર સરનામું અપડેટ કરવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.