પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા તા. 25 નવેમ્બર સુધીમાં ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડીંગ તથા ખેડૂત આઈડીની નોંધણી કરાવવી ફરજીયાત

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં રજીસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે 19માં હપ્તાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી 25 નવેમ્બર સુધી ચાલુ છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા છેલ્લા સાત હપ્તાથી તબક્કાવાર ઈ-કેવાયસી અને આધાર સીડિંગ-ડીબીટી એનેબલ, લેન્ડ સીડીંગ તથા ખેડૂત આઈડીની નોંધણી ફરજીયાત કરવામાં આવી છે. આ બાબતો પૈકી એકપણ બાબત પૂર્ણ કરવાની બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરવાનું રહેશે, તેમ ખેતી નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં જણાવાયું છે કે, ખેડૂતો જુદી-જુદી ચાર પધ્ધતિઓ દ્વારા ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામસેવક અને વિલેજ નોડલ ઓફીસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી શકાય છે. સાથે જ જે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક છે, તે ખેડૂત લાભાર્થીઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલ પર અથવા મોબાઈલ પર OTP મોડ દ્વારા ઈ-કેવાયસી ખૂબ જ સરળતાથી કરી શકશે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લીંક ન હોય તો ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લીંક કરાવી મોબાઈલ પર OTP મોડ દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસી કરી શકાય છે.

ખેડૂત લાભાર્થીઓએ લાભાન્વિત બેંક ખાતામાં આધાર સીડીંગ-ડીબીટી એનેબલ કરાવવા માટે બેંકમાં આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી આધાર સીડીંગ અને ડીબીટી એનેબલ કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત ગામની નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડનો ઉપયોગ કરી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડીંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવાનું રહેશે. તમામ હપ્તા નિરંતર મળી રહે તે માટે બાકી લાભાર્થીઓએ ઇ-કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડીંગ – ડીબીટી એનેબલ આગામી 25 નવેમ્બર પહેલા પૂર્ણ કરવા વધુમાં જણાવાયું છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.