પાણી બચાવો, ફૂડ પ્રોસેસીંગ, સાયબર સિકયોરીટી અને કૃષિ સહિતના ક્ષેત્રો માટે અત્યાધુનિક ટેકનોલોજી આવશ્યક
ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુ અમદાવાદની મુલાકાતે છે. આજરોજ વડાપ્રધાન મોદી સહિતના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. દરમિયાન બાવળાના આઈક્રેટીક સેન્ટર ખાતેથી વડાપ્રધાન મોદીએ નેતાન્યાહુની હાજરીમાં કહ્યું હતું કે, ઈઝરાયલના સ્ટાર્ટઅપનો લાભ ભારતને મળ્યો છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત હિબ્રુ ભાષામાં અભિવાદનથી કરી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, દેશમાં ફૂડ પ્રોસેસીંગ, સાયબર સિકયોરીટી અને કૃષિ તથા સાયબર ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ ખૂબજ જરૂરી છે. યુવાનો પાસેથી દેશ ઘણી અપેક્ષા રાખે છે. વડાપ્રધાન મોદીએ તેમના ઉદ્બોધન દરમિયાન મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દેશવાસીઓનો સંકલ્પ જ આગળ વધારી રહ્યો છે. ઈઝરાયલની ટેકનોલોજીએ વિશ્ર્વને પ્રભાવીત કર્યું છે.
મોદીએ સંબોધન દરમિયાન ગણીત શાસ્ત્રી રામાનુજના શાળા કાળનો દાખલો આપ્યો હતો. તેમણે રામાનુજની મહાનતા વર્ણવી હતી. વડાપ્રધાન મોદીએ પોતાનું સંબોધન હિન્દીમાં કર્યું હતું.જયારે ઈઝરાયલી વડાપ્રધાને ટ્રાન્સલેશન ધ્યાન પૂર્વક સાંભળ્યું હતું. ઈઝરાયલના વૈજ્ઞાનિકોને શસ્ત્રની ટેકનોલોજીમાં આવિસ્તારમાં અનેક નોબલ મળ્યા હોવાની વાતનો પણ ઉલ્લેખ થયો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, પાણી બચાવ, ફૂડ પ્રોસેસીંગ અને આધુનિક ખેતીની પધ્ધતિ ઈઝરાયલે સમગ્ર વિશ્ર્વને શીખવાડી છે. સંધીથી ભારત અને ઈઝરાયલ વચ્ચેની સંબંધો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા મોદીએ વ્યકત કરી હતી. વિકાસ માટે જે સમર્પણની ભાવના જોઈએ તે દેશના યુવાનોમાં છે તેવું પણ મોદીએ ઉમેર્યું હતું.