- દિવાળીના સપરમા દિવસોના પ્રારંભે યોજાયેલા રોડ શોમાં અવિસ્મરણીય અભિવાદન
દિવાળી પર્વના સપરમા દિવસોના પ્રારંભના શુકવંતા સમયે વડોદરા ખાતે પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના આગમનને સમગ્ર વડોદરા નગરે હેતે વધાવી લીધું હતું. આ બન્ને મહાનુભાવોએ ખુલી જીપમાં એરપોર્ટથી ટાટા ફેક્ટરી સુધી યોજાયેલા રોડ શોમાં પ્રચંડ જનમેદનીનો સાક્ષાતકાર થયો હતો અને તેમનું અભિવાદન ઝીલ્યું હતું. વિદેશી મહાનુભાવોને આ રોડ શો વડોદરા માટે અવિસ્મરણી બની રહ્યો છે.
એરપોર્ટ સર્કલથી ટાટા એરક્રાફટ કોમ્પલેક્ષ સુધી યોજાયેલા આ જાજરમાન રોડ શોમાં પ્રધાનમંત્રીને આવકારવા બહોળી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રધાનમંત્રીની એક ઝલક નિહાળવા સમગ્ર રૂટ પર હજારો વડોદરાવાસીઓ એકત્રિત થયા હતા.શહેરના રાજપથ પર લોકલાડીલા વડાપ્રધાનનો કાર કાફલો પસાર થતા જ ઉપસ્થિત લોકોએ તિરંગા લહેરાવી, ’ભારત માતા કી જય’, ’વંદે માતરમ’ સહિતના સુત્રોચ્ચાર કરીને તેમના પ્રત્યેનો બહોળો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ રાજમાર્ગ ઉપર એક બાજુ વડોદરાના નગરજનો ઉમટી પડ્યા હતા. વિવિધ બેનર, વેશભૂષા, ગીત અને સંગીતના તાલે મહાનુભાવોને વધાવવા માટે અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. માર્ગોમાં ઠેરઠેર બન્ને વડાપ્રધાનશ્રીએ નાગરિકોનું સસ્મિત અભિવાન ઝીલ્યું હતું.
વડાપ્રધાનએ પણ હાથ હલાવી એટલી જ સહૃદયતાથી વડોદરાવાસીઓએ વ્યક્ત કરેલ આ પ્રેમનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રોડ-શોના રુટ પર વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવેલ સ્ટેજ પરથી અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમગ્ર રોડ-શોમાં વિવિધ રંગો પૂર્યા હતા.
ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન: ભારતનો એર સ્પેસ ઉદ્યોગ વધુ મજબૂત બનશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. સી-295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે.
24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 56 સી-295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અનુસાર, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (ઝઅજક, ઝઈજ સાથે ટાટા ક્ધસોર્ટિયમમાં લીડ તરીકે કામ કરે છે) ખજ્ઞઉ/ઈંઅઋ માટે એક ભારતીય એરક્રાફ્ટ કોન્ટ્રાક્ટર (ઈંઅઈ) છે અને તે ભારતમાં 56 એરક્રાફ્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે. પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય-અવે તરીકે ઈંઅઋને સપ્લાય કરવામાં આવશે. આમાંથી પહેલા 6 એરક્રાફ્ટ ઈંઅઋને સોંપી દેવામાં આવ્યા છે.
ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન સુવિધાની સ્થાપના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે.
આ ફેસિલિટી ખાતે એરક્રાફ્ટ ફાઇનલ એસેમ્બલી લાઇન ઉપરાંત, પ્રોડક્શન, એસેમ્બલી અને પરીક્ષણ માટે જરૂરી સહાયક દુકાનો હશે. વડોદરા ખાતેની ફેસિલિટીને અદ્યતન એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટર તરીકે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં વૈશ્વિક શ્રેષ્ઠ ઔદ્યોગિક પદ્ધતિઓ અને પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ફેસિલિટી અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓ ધરાવે છે, જેમાં એરક્રાફ્ટ ઉત્પાદન માટેની જટિલ પ્રક્રિયાઓને હેન્ડલ કરવા માટેના અત્યાધુનિક સાધનોનો પણ સમાવેશ થાય છે. તે સંવેદનશીલ એસેમ્બલી પ્રક્રિયાઓ માટે આબોહવા-નિયંત્રિત વાતાવરણ ધરાવે છે અને તેમાં ક્લીનરૂમ (ક્લીનરૂમ એ નિયંત્રિત વાતાવરણ છે જે સ્વચ્છ જગ્યાની ખાતરી કરવા માટે પ્રદૂષકોને ફિલ્ટર કરે છે) સાથે અદ્યતન સામગ્રી હેન્ડલિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફેસિલિટીમાં ઇન-બિલ્ટ પરીક્ષણ સુવિધાઓ દ્વારા ગુણવત્તા નિયંત્રણની ખાતરી જેમ કે, માળખાકીય ઇન્ટિગ્રિટી, એવિઓનિક્સ કાર્યક્ષમતા અને સિસ્ટમની કામગીરી સુનિશ્ર્ચિત કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લાઓને નરેન્દ્રભાઈની દિવાળી ભેટ રૂ.4800 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહર્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે માદરે વતન ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરા અને અમરેલીમાં ચાર દિવસ પૂર્વે જ દિવાળી આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્રભાઈએ વડોદરામાં વિશાળ-રોડ-શો યોજયો હતો. જેમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પણ સામેલ થયા હતા. પીએમએ ટાટા એરક્રાફટ કોમ્પલેકસનું લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે અને રૂ. 4800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાત મૂહૂર્ત કરશે દુધાળાના નારણ સરોવર અને શ્રીની હવેલીની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે સી.295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતુ સી.295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.
24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 56 સી 295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન સુવિધાની સ્થાપના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે.
આ ફેસિલિટીને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં ઉદ્યોગના વિસ્તરણ માટે એરક્રાફ્ટ મોડલ્સ અથવા ઉત્પાદન દરમાં વધારો થાય. તે એરોસ્પેસ ઇનોવેશન માટે હબ બનવાની ક્ષમતા ધરાવે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કયુર્ં હતુ જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કર્યું હતુ. વડાપ્રધાન ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતુ. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતુ.
આ ઉપરાંત વડાપ્રધાન પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કર્યા છે. જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાન આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.