અસ્થમાના દર્દીઓએ પ્રદૂષણ દરમિયાન તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ આ દિવાળીમાં અસ્થમાના દર્દીઓ તેમના સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે કેટલીક ટિપ્સ વિશે વાત કરીશું.
દિવાળીનો તહેવાર ખુશી અને રોશનીનો તહેવાર છે. પરંતુ અસ્થમાના દર્દીઓ માટે આ સમય થોડો પડકારજનક પણ છે. તેમજ દિવાળીના તહેવાર પર ફટાકડામાંથી નીકળતો ધુમાડો હવા ખરાબ કરી દે છે. જે અસ્થમાના દર્દીઓ માટે મુશ્કેલી બની શકે છે. તેમજ નબળા લોકો, ખાસ કરીને શ્વસન સંબંધી સમસ્યાઓ ધરાવતા લોકોને, દિવાળી દરમિયાન ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણથી બચાવવા માટે, આ સાવચેતીઓ ધ્યાનમાં લો
દિવાળી પર બિમાર લોકોએ પોતાના સ્વાસ્થનું ખાસ ધ્યાન રાખવું જરુરી છે. આ દરમિયાન પ્રદુષણથી બચવા માટે જો તમે બહાર નીકળી રહ્યા છો, તો ચેહરા પર માસ્ક કે પછી દુપટ્ટો અથવા રુમાલ બાંધી બહાર નીકળવાનું રાખવું જોઈએ. N95 માસ્ક ખાસ કરીને પ્રદૂષણ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થઈ શકે છે.
દિવાળી દરમિયાન બિમારી લોકોએ સમયસર દવા લેવી જોઈએ. આ સાથે મિઠાઈ તેમજ અન્ય વાનગીનું સેવન કરતી વખતે પણ ખુબ સાવચેતી રાખવી જોઈએ. ઓયલી તેમજ મસાલેદાર ફુડના સેવનથી દુર રહેવુ જોઈએ. આ ઉપરાંત તાજા ફળો, અને પાણીનું વધારે સેવન કરવું જોઈએ, જેનાથી શરીર હાઈડ્રેટેડ અને હેલ્ધી રહે છે.
આ ઉપરાંત પ્રદુષણથી બચવા માટે તમે ઘરે કેટલીક વસ્તુઓ ફોલો કરી શકો છો. તમે તમારા દિવસની શરુઆત કસરત સાથે કરી શકો છો. તેમજ ઓફિસ જતી વખતે માસ્ક પહેરવું જોઈએ.
બાળકો અને વૃદ્ધોના રૂમમાં ઇન્ડોર એર પ્યુરિફાયરનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તેમને પ્રદૂષણના સંપર્કમાં આવવાથી બચાવી શકાય છે. તેમજ બાળકો અને વૃદ્ધોની આંખોની કાળજી રાખવા માટે, તેમને ઘરની બહાર જતી વખતે ચશ્મા પહેરવાનું રાખવું જોઈએ.