• મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલનું દુધાળા-લાઠી સ્થિત હેલિપેડ પર ઉષ્માભર્યું સ્વાગત

અમરેલીમાં આજરોજ લાઠી-અમરેલી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ્હસ્તે અંદાજે રૂપિયા 4800 કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના 1600 જેટલાં વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.

89 7

આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલ દુધાળા-લાઠી આવી પહોંચતા હેલિપેડ ખાતે પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારી  ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

899 4

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી CR પાટીલને, અમરેલી સાંસદ ભરત સુતરિયા, રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, રાજ્યમંત્રી મુકેશ પટેલ, નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, જિલ્લાના ધારાસભ્ય સર્વ  જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હિરાભાઈ સોલંકી, મહેશ કસવાલા, જિલ્લા કલેકટર અજય દહિયા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા.

8999 2

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.