- 2021માં થનારી વસ્તી ગણતરી કોરોના મહામારીને કારણે રખાઇ મોકૂફ
- સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના
- વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછા 2 વર્ષ ચાલવાની શક્યતા
ભારતમા વસ્તી ગણતરીને લઈને મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2025માં એટલે કે આવતા વર્ષથી વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે. આ વસ્તી ગણતરીની કામગીરી 2026 સુધી ચાલશે. ખાસ બાબત એ છે કે, ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે, તે મુજબ 2021માં વસ્તી ગણતરી થવી જોઈએ, પરંતુ કોરોના મહામારીને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી. જે 2025માં યોજાશે. તેમજ આ સાથે વસ્તી ગણતરીનું ચક્ર પણ બદલાઈ જશે.
10 વર્ષના ચક્રમાં થશે પરિવર્તન
અહેવાલો અનુસાર, આપના દેશમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અનુસાર 2011માં વસ્તી ગણતરી થવી જોઈએ પરંતુ કોરોના મહામરીના કારણે વસ્તી ગણતરી હવે 2035મા થવાની સંભાવના છે. અગાઉ વર્ષ 1991, 2001, 2011ની જેમ દાયકાની શરૂઆતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવતી હતી. પરંતુ હવે 2025 પછી આગામી વસ્તી ગણતરી 2035, 2045, 2055માં થશે. વસ્તી ગણતરી પૂર્ણ થયા બાદ લોકસભા બેઠકનું સીમાંકન શરૂ થશે. સીમાંકનની પ્રક્રિયા વર્ષ 2028 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.
જો કે, વસ્તી ગણતરી શરૂ કરવાની તારીખ હજુ નક્કી થઈ નથી, પરંતુ રજિસ્ટ્રાર જનરલની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે વસ્તી ગણતરીમાં ઓછામાં ઓછા 2 વર્ષ લાગશે. વસ્તી ગણતરી અંગેના કેટલાક નીતિવિષયક નિર્ણયો પણ સરકારી સ્તરે લેવાના હોય છે.