રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આ કાર્નિવલમાં દરરોજ આકર્ષક ઇવેન્ટ યોજવાની છે. ત્યારે દિવાળીના આ પર્વ પર શહેરના જાહેર રસ્તાઓ રોશનીથી સુશોભિત કરાયા છે અને અત્યંત આકર્ષક પણ લાગી રહ્યા છે. તેવું લાગે છે કે, રાજકોટ શહેરને દુલ્હનની જેમ શણગારાયું છે.

રાજકોટ શહેર એવું શહેર છે કે જ્યાં દરેક તહેવાર કંઈક અલગ અંદાજમાં જ ઉજવાતો હોય છે, એમાં પણ વાત હવે દિવાળીની એટલે રંગ અને રોશનીના આ પર્વ પર રાજકોટ શહેર ઝગમગી ઊઠે છે. આ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ દિવાળી કાર્નિવલ પણ શરૂ કર્યો છે, જે 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે.

DIWALI 5

આ કાર્નિવલને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલા દ્વારા ખુલ્લો મુકાયો હતો. જેમાં કિસાનપરા ચોક પાસે આકર્ષક એન્ટ્રી ગેઇટ રાખવામાં આવ્યો છે. તેમજ આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે. રેસકોર્સ રીંગરોડ ફરતે દર થોડા અંતરે અવનવી લાઈટનું વિશેષ ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે.

ત્યારે બીજી તરફ, રેસકોર્સ રીંગરોડ ફરતે આવતા અલગ અલગ સર્કલોને પણ અતિ આકર્ષક ડેકોરેશનથી શણગારવામાં આવ્યા છે. જેમાં બહુમાળી ચોક ખાતે અત્યંત આકર્ષક લેસર શો કરવામાં આવી રહ્યો છે. 27 તારીખથી લઈને 31 તારીખ સુધી આ લેસર શો તહેવારોનો આનંદ બેવડો કરશે.

RANGOLI

આ ઉપરાંત 29 ઓક્ટોબરના દિવસે રેસકોર્સ રિંગ રોડ ખાતે ”રંગોળી સ્પર્ધા” અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ રેસકોર્સ રીંગરોડની આસપાસ અતિ આકર્ષક રંગોળીઓ તૈયાર કરશે. અને 30 ઓક્ટોબરના રાત્રે 7:00 કલાકે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે, જે આશરે 1 કલાક સુધી ચાલશે.

આમ રાજકોટવાસીઓ દિવાળી દરમિયાન આ તહેવારનો ભરપૂર આનંદ લઈ શકશે. અને આ દુલ્હનની જેમ શણગારાયેલા રાજકોટને જોઈને શહેરીજનો ખુશ થઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.