• વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
  • ખેડૂતો કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડશે

સુરત: કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સટિવ ઝોન બાબતે આપેલા ગેજેટ ના મુદ્દે મોટી સંખ્યામાં એકત્ર થઈ ખેડૂતો દ્વારા સુરત કલેકટર કચેરી ખાતે બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,આ અંગે કેટલાક ખેડૂતો એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સટિવ ઝોન બાબતે ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે ખેડૂતોના વિરોધમાં છે.જેથી ખેડૂતો સુરત કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડશે.સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે ઇકો સિનસેટિવ ગેજેટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પર્યાવરણ બચાવવા માટેનો સસ્ત્ર નથી આ રાજ નેતાઓના મિલકતોને બચાવવા માટેનો પ્રયાસો છે તેવા આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા હતા.

જે અંગે વિગતે વાત કરવામાં આવે તો, કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સટિવ ઝોન બાબતે આપેલા ગેજેટ ના મુદ્દે મોટી સંખ્યામાં એકત્ર થઈ ખેડૂતો દ્વારા સુરત કલેકટર કચેરી ખાતે બેનરો લઈ વિરોધ પ્રદર્શન કરી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું,આ અંગે કેટલાક ખેડૂતો એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા ઇકો સેન્સટિવ ઝોન બાબતે ગેજેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે ખેડૂતો ના વિરોધમાં છે. જેથી ખેડૂતો આજે સુરત કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત પહોંચાડશે..સરકાર ધ્વારા પર્યાવરણ બચાવવા માટે ઇકો સિનસેટિવ ગેજેટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ પર્યાવરણ બચાવવા માટેનો સસ્ત્ર નથી આ રાજ નેતાઓના મિલકતોને બચાવવા માટેનો પ્રયાસો છે ઉદ્યોગપતિ અને નેતાઓની જમીનો ને સરકારે બાકાત કરવા માટે નાના ખેડૂતો ને હેરાન કરવા તેમનું જીવું મુશ્કેલ કરવા આયોજન કર્યું છે.

આ સાથે વધુમાં તેઓએ ઉમેર્યું હતું, નાના ખેડૂતો ખેતી કરીને પોતાનું ભરણપોષણ કરતા હોય છે એ ખેડૂતોની ઉપર આ કાયદા લાગુ કરવામાં આવે છે ખેડૂત પોતાની જમીન પર ખેતી ના કરી શકે એવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે ગેજેટ ની અંદર જે પ્રમાણે કાયદાનો ઉલ્લેખ કરવામાં આવે છે તે તદ્દન  પાયા વિહોળા છે જેથી આજે કલેક્ટર ને  આવેવેદનપત્ર આપી સંપૂર્ણ કાયદો રદ કરે તેવી રજૂઆત કરવા માં આવી છે ખેડૂતોને ખેતી કરવા દેવામાં આવે કારણ કે ગેજેટમાં જે શાસન વિસ્તાર છે જે જંગલ વિસ્તાર છે એને એમાંથી બાદ કરવામાં આવ્યા છે અને ખેડૂતની જમીન પર બોજો પાડવામાં આવશે જેનાથી રાજનેતા ઓનો બચાવ તો થશે પરંતુ ખેડૂતો એ મોટો નુકશાન ભોગવવાનો વારો આવશે..

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.