Vagh Baras : કારતક કૃષ્ણ પક્ષની દ્વાદશીના રોજ વાઘ બારસ અને ગોવત્સ દ્વાદશીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ત્યારે આજ રોજ વાઘ બારસ અને ગોવત્સ દ્વાદશીની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં જાણો વાઘ બારસ અને ગોવત્સ દ્વાદશીની શુભ મુહૂર્ત અને પૂજા વિધિ.
વાઘ બારસ અને ગોવત્સ દ્વાદશીના દિવસે સાંજના સમયે ગાય માતા અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન ગોવત્સ દ્વાદશીની ઉજવી કરતા લોકો, આ દિવસ દરમિયાન ઘઉં અને દૂધના ઉત્પાદનોનું સેવન કરતા નથી. તેમજ ગુજરાતમાં તેને “વાઘ બારસ” તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ગોવત્સ દ્વાદશી બાળકોની સુખાકારી માટે ઉજવવામાં આવે છે.
વાઘ બારસ 2024 શુભ મુહૂર્ત અને સમય
પ્રદોષકાલ ગોવત્સ દ્વાદશી મુહૂર્ત – સાંજે 05:39 PM થી 08:13 PM
દ્વાદશી તિથિનો પ્રારંભ – 28 ઓક્ટોબર 07:50 AM
વાઘ બારસ 2024 પૂજા વિધિ
-વાઘ બારસના તહેવારના દિવસે ગાયોને પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવે છે. ત્યારબાદ તેમના કપાળ પર સિંદૂર લગાવવામાં આવે છે.
-ત્યારપછી તેમને ફૂલો અને સુંદર વસ્ત્રોથી શણગારવામાં આવે છે.
-આસપાસ ગાય ન હોવાની સ્થિતિમાં લોકો ગાય અને વાછરડાની માટીની મૂર્તિઓ બનાવી તેમની પૂજા કરે છે.
-ત્યારપછી આ મૂર્તિઓ પર કુમકુમ અને હળદર ચઢાવવામાં આવે છે.
-સાંજે ગાયની પૂજા અને આરતી કરવામાં આવે છે.
-આ દિવસે ગાયને વિવિધ પ્રકારના પ્રસાદ જેમ કે મગ, ઘઉં ખવડાવવામાં આવે છે.
-ત્યારબાદ ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
-તેમજ માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણની પૂજા કરવાથી જીવનના તમામ દુ:ખ દૂર થઈ જાય છે.
-આ દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.