- વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ: દિવસે ગરમી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે સતત બીજા દિવસે જોરદાર ઝાળક વર્ષા થવા પામી હતી ઝાળકના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વિઝીબલીટીમાં ઘટાડો થવાના કારણે વાહન ચાલકોએ હલાકી ભોગવવી પડી હતી. વાતાવરણ આહલાદક બની ગયું હતું. બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીને લગોલગ પહોંચી જાય છે. હજી એકાદ પખવાડીયું મિશ્ર સિઝન રહેશે. નવેમ્બર માસના બીજા અઠવાડીયાથી ઠંડીનું જોર વધશે.
વાતાવરણ હવે શિયાળાની ઘડી પોાકારી રહ્યું છે. છેલ્લા બે દિવસથી વહેલી સવારે જોરદાર ઝાળક વર્ષા થઇ રહી છે. આજે સતત બીજા દિવસે ગાઢ ઘુમ્મસ છવાયું હતું. પ્રમાણ 93 ટકાએ પહોંચી જવા પામી હતી. જેના કારણે વાહન ચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જો કે બપોરના સમયે તાપમાનનો પારો 50 ડિગ્રીને લગોલગ આંબી જાય છે. દિવાળીના તહેવારોમાં ઠંડીનો અહેસાંસ થતો હોય છે. પરંતુ ગ્લોબલ વોમીંગના કારણે પારો 40 ડિગ્રીને પાર થઇ રહ્યો છે. કંડલા એરપોર્ટ પર તાપમાન 40.8 ડીગ્રી નોંધાયું હતું. ડિસાનું તાપમાન 39.9 ડિગ્રી, ભુજનું તાપમાન 39.8 ડિગ્રી, રાજકોટનું તાપમાન 39.7 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 38 ડિગ્રી: મહુવાનું તાપમાન 37.8 ડિગ્રી અન અમરેલીનું તાપમાન 37.5 ડીગ્રી નોંધાયું હતું.