વિવિધ 9 કેટેગરીમાં ભાગ લેનાર વિજેતાઓને કેન્દ્રીય મંત્રી મનોહર લાલના હસ્તે પુરસ્કાર એનાયત
‘બેસ્ટ સેફ્ટી – સિકયુરિટી સિસ્ટમ એન્ડ રેકોર્ડ કેટેગરી’માં ગુજરાતના ગાંધીનગરને તેમજ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુરતને પુરસ્કાર એનાયત
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ ત્રિ-દિવસીય “17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સ્પો-2024″ના સમાપન કાર્યક્રમમાં વિવિધ 9 કેટેગરીમાં વિજેતાઓને કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રી મનોહર લાલના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં બેસ્ટ સેફ્ટી – સિકયુરિટી સિસ્ટમ અને રેકોર્ડ કેટેગરીમાં ગુજરાતના ગાંધીનગરને અને ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં સુરતને પુરસ્કાર એનાયત કરાયો હતો.
એનાયત થયેલા પુરસ્કાર અને વિજેતા શહેરોમાં City with the Most Sustainable Transport System – Kochi , City with the Best Public Transport System – Bhuwneshvar, City with the Best Non-Motorized Transport System :- Shrinagar, City with the Best Safety and Security System & Record – Gandhinagar, City with the Best Intelligent Transport System (ITS) :- Surat, City with the Most Innovative Financing Mechanism :- Jammu, City with the Best Record of Public Involvement in Transport :- Bangalore, Metro Rail with the Best Multimodal Integration :- Bangalore અને Metro Rail with the Best Passenger Services and Satisfaction :- Mumbai જેવી કુલ 9 કેટેગરીનો સમાવેશ થાય છે.