• છેલ્લા આઠેક માસથી કોસ્ટગાર્ડ સહિતની દરિયાઈ સુરક્ષા એજન્સીની ગુપ્ત વિગતો પાકિસ્તાન નેવીને મોકલતો’તો

દિવાળી પહેલા ગુજરાત એટીએસએ પોરબંદરમાં મોટી કાર્યવાહી કરી છે. કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. હાલ આ જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસા થઈ શકે છે.મળતી માહિતી અનુસાર, પોરબંદરથી પંકજ કોટિયા નામના પાકિસ્તાની જાસૂસની ગુજરાત એટીએસએ ધરપકડ કરી છે. છેલ્લા આઠ મહિનાથી પાકિસ્તાન નેવીને કોસ્ટ ગાર્ડની ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આરોપીના ખાતામાં પાકિસ્તાનથી 26 હજાર રૂપિયા જમા થયા છે. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગુજરાત એટીએસએ પોરબંદરમાંથી સૌથી મોટા ઓપરેશનમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક ડ્રગ્સ પેડલર્સ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી કરી હોવાના આંકડા પહેલા આવી ચૂક્યા છે. ગુજરાતની સરહદ જડબેસલાક કરવામાં આવતા ડ્રગ્સ માફિયા અંદરોઅંદર ગિન્નાયા છે. ગુજરાતમાંથી દરિયાઈ માર્ગે પાકિસ્તાન દ્વારા દેશમાં ડ્રગ્સ મોકલવાના સતત પ્રયાસોને નિષ્ફળ બનાવવા એટીએસના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.એટીએસ ગુજરાતના વરીષ્ઠ અધિકારીઓને જાણ કરાતા તેઓની સૂચના મુજબ પંકજ કોટીયાને પૂછપરછ અર્થે અમદાવાદ ખાતે બોલાવવામાં આવેલ હતો. જેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે, તે તમાકુ પેકીંગનું કામકાજ કરે છે તેમજ છેલ્લા એકાદ વર્ષથી કેટલીક વખત પોરબંદર જેટી ઉપર કોસ્ટગાર્ડની શીપ ઉપર વેલ્ડીંગ તથા અન્ય પરચુરણ મજુરી કામ માટે હેલ્પર તરીકે કામ કરવા જાય છે. આજથી આશરે આઠેક માસ પહેલા તે રીયા નામ ધરાવતી એક ફેસબુક પ્રોફાઈલ સાથે સંપર્કમાં આવ્યો હતો.

રીયા પોતે મુંબઈની એક મહિલા હોવાનું અને પાકિસ્તાન નેવી માટે કામ કરતી હોવાનું જણાવી રીયા ફેસબુક પ્રોફાઈલ ધારકે પંકજ કોટીયા સાથે વોટ્સએપના માધ્યમથી પણ સંપર્ક કર્યો હતો અને પૈસાની લાલચ આપી ઉપરોક્ત ઈસમ પાસેથી પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી શીપના નામ, કોસ્ટગાર્ડના શીપના લોકેશન સહિતની માહિતી માંગી હતી. જે મુજબ આ પંકજ કોટીયાનાઓએ છેલ્લા આઠેક માસ દરમિયાન પોરબંદર જેટી ઉપર હાજર હોય તેવી કોસ્ટગાર્ડની શીપના નામ વગેરે લખી વોટસએપના માધ્યમથી રીયાને મોકલી આપ્યા હતા.

આ મહિતી મેળવવા બદલ ફેબ્રુઆરી 2024થી આજ દિન સુધીમાં ટુકડે ટુકડે આ રીયા નામની મહિલાએ રૂ. 26,000 અલગ અલગ યુ.પી.આઇ.થી પંકજ કોટીયાનાઓના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. વધુમાં રીયાએ પંકજ કોટીયાનાઓ સાથે ચેટ કરેલ વોટ્સઅપ એકાઉન્ટ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલ હોવાનું ખૂલ્યું છે. પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, ગત મે 2024માં પોરબંદરથી એક પાકિસ્તાની જાસૂસ પકડાયો હતો. તેની પર ભરૂચ પાસેના ઝઘડિયા ખાતે આવેલી એક કંપનીમાં નોકરી કરીને તેમાંથી મિસાઈલ અને ડ્રોન સહિતની ડિઝાઈનો પાકિસ્તાન મોકલતો હોવાનો આરોપ હતો. તે દેશ અને રાજ્યોને લગતી સંવેદનશીલ માહિતીઓ પણ પાકિસ્તાનમાં મોકલતો હતો

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.