• ટંકારા પોલીસે હોટલના પાર્કિંગમાં ફોર્ચ્યુનર કારમાં જુગારની ક્લબનું નેટવર્ક ચલાવતા બે ઇસમોને ઝડપી લીધા,બે ફોર્ચ્યુનર સહિત 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી ટંકારા હાઇવે ઉપર આવેલ હોટલમાં કોઈન ઉપર ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી અલગ જુગાર રમવા માણસોને લાવનાર તથા ફોર્ચ્યુનર કારમાં રોકડ રકમ સાચવનાર 2 ઈસમો સહિત કુલ 9 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, ટંકારા પોલીસે સ્થળ ઉપરથી બે ફોર્ચ્યુનર કાર 50 લાખ, 12 લાખ રોકડા જુગરીઓને 8 નંગ મોબાઇલ 1.15 લાખ સહિત 63.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સમગ્ર મોરબી પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે.

પ્રાપ્ત માહિત મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.કે.ગોહિલ સહિત પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ કોમ્બીંગ હોય તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર વાય.કે.ગોહિલને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી ટંકારા હાઈ-વે પર આવેલ કમ્પફર્ટ હોટલમા અલગ અલગ નામથી રૂમ ભાડેથી રાખી અમુક વ્યક્તિઓ રોકડ રૂપિયા હોટલ બહાર એક સફેદ કલરની ફોર્ચુનર ગાડી નંબર GJ-૦૩-KC-1400માં રાખી હોટલના રૂમમાં અલગ અલગ કલર તથા તેના પર અલગ અલગ આંકડા લખેલ પ્લાસ્ટીકના કોઈન વડે તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. જે બાતમી આધારે કમ્પફર્ટ હોટેલમાં દરોડો પાડતા હોટલના પાર્કીંગમાંથી બાતમી મુજબની ફોર્ચ્યુનર કાર મળી આવેલ અને તેમા 2 ઈસમો બેસેલ જોવામા આવેલ જેઓને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ ફોર્ચુનર ગાડીમાંથી રોકડા 12 લાખ રૂપિયા કાઢી આપેલ હતા બાદ હોટલના રૂમ નંબર 105માં  રેઈડ કરતા પ્લાસ્ટીકના કોઈન વડે તીનપત્તિનો જુગાર રમતા ઈસમોને પકડી પાડ્યા હતા.

ટંકારા પોલીસે કુલ નવ ઇસમોની ધરપકડ કરી હતી, જેમાં જુગાર રમવા માટે માણસોને લઈ આવેલ ડ્રાઈવર આરોપી ગોપાલ રણછોડ સભાડ (ઉવ.27). “મા શક્તિ” વૈશાલી નગર 4 આમ્રપાલી ફાટક પાસે રાજકોટ, જુગાર રમવા માટે માણસોને લઈ આવેલ ડ્રાઈવર તેમજ ગાડીમા બેસી રોકડ રકમ સાચવનાર આરોપી ચીરાગ રસીકભ ધામેચા (ઉમર 24). “માતૃકૃપા” શેરી નંબર 1 ગાંધીગ્રામ રાજકોટ, કમ્પફર્ટ હોટલમા તેના ડ્રાઈવરના નામથી રૂમ બુક કરી જુગાર રમનાર આરોપી રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા ઉમર 46 રહે. ગામ ખરેડીતા.કાલાવડ જી.જામનગર, આરોપી રવિ મસુખ પટેલ (ઉમર 32) ધંધો વેપાર રહે-મોરબી એવન્યુ પાર્ક સોસાયટી રવાપર રોડ મોરબી, વિલભાઈ પટેલ (ઉમર 43). તિરૂપતિ નગર સોસાયટી 1 રૈયા રોડ મોરબી, ભાસર પારેખ (ઉમર 50)રાજકોટ પ્રહલાદ પ્લોટ  દીગ્વીજય રોડ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉમર 39).રાજકોટ આર કે પાર્કની બાજુમા રાણી ટાવર પાછળ કાલાવડ રોડ, શૈલેષ ઠુમ્મર (ઉમર 49).રાજકોટ શ્રીજી પાર્ક સોસાયટી સત્યસાંઈ રોડ તથા નિતેષ ઝાલરીયા (ઉમર 45).મોરબી ઉમા પાર્ક સોસાયટી મોરબી અવની રોડને ઝડપી લેવામાં આવ્યા હતા.

ટંકારા પોલીસે સ્થળ ઉપરથી 12 લાખ રોકડા, GJ-૦૩-KC-1400નંબરની ફોર્ચ્યુનર કાર કિ.રૂ. 25લાખ તથા GJ-૦૩-MH-7021 નંબરની બીજી કાર કિ.રૂ.25લાખ, 9 આરોપીઓના 8 નંગ મોબાઇલ કિ.રૂ.1.15 લાખ સહિત કુલ રૂ.63.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે એક આરોપી રજનીકાંત દેત્રોજા રહે. ચિત્રકૂટ સોસાયટી નવા બસ સ્ટેન્ડ પાછળવાળાને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, હાલ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.