Diwali 2024 : ભારતીય સંસ્કૃતિનો દિવાળી મુખ્ય તહેવાર છે. તેમજ આ તહેવાર પર દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ મોટાભાગના લોકોના મનમા વિચાર આવતુ હોય છે કે દિવાળી પર માતા લક્ષ્મીની સૂર્યાસ્ત પછી જ પૂજા કેમ કરવામાં આવે છે.

હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર લક્ષ્મી પૂજા માટેનો સૌથી શુભ સમય સૂર્યાસ્ત પછી ગણવામાં આવે છે. આ દરમિયાન  સૌથી શુભ સમય પ્રદોષ કાળ માનવામાં આવે છે. ત્યારે માં લક્ષ્મી પૃથ્વી પર આવે છે. તે સમયે પૂજા કરવાથી પ્રસન્ન થાય છે.

puja

દિવાળીના પર્વ પર સૂર્યાસ્ત પછી પૂજા કરવાથી ભક્તોને સમૃદ્ધિ અને સુખના આશીર્વાદ આપે છે. તેથી દિવાળી દરમિયાન રાત્રે પૂજા કરવી વધુ શુભ માનવામાં આવે છે.

દિવાળીનો દિવસ અમાસનો સમય છે. તો અમાસની રાત્રે આકાશમાં ચંદ્રમાં નથી હોતા, જેના પગલે આકાશમાં અંધકાર હોય છે. અંધકાર વચ્ચે દીવો પ્રકટાવવામાં આવે છે. જેનાથી દેવી લક્ષ્મીનું સ્વાગત કરવામાં આવે છે. તેથી દિવાળીની રાત્રે સૂર્યાસ્ત પછી પૂજા કરવામાં આવે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.