• રાજકોટ રેલવે ડિવિઝનના દિવ્યાંગ કર્મીની ‘ઝળહળતી’ સફળતા
  • આર્મ રેસલિંગ (પંજા કુસ્તી)માં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર, ડાબા હાથની સ્પર્ધામાં બ્રેન્ઝ મેડલ જીતી રેલવેનું
  • નામ રોશન કર્યું: દેવેન્દ્ર યાદવે 4 વખત રાષ્ટ્રીય કક્ષાએ અને 6 વખત રાજય કક્ષાએ મેડલ જીતી ચૂકયાં છે

પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝનના દિવ્યાંગ કર્મચારી દેવેન્દ્ર યાદવે તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા વીઆઇઆઇ એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં બે મેડલ જીતીને સંસ્થાનું નામ રોશન કર્યું છે. દેવેન્દ્ર યાદવ હાલ રાજકોટમાં કેરેજ અને વેગન ડેપોમાં હેલ્પર તરીકે કામ કરે છે. તેણે વીઆઇઆઇ એશિયન પેરા આર્મ રેસલિંગ કપ 2024માં શાનદાર પ્રદર્શન કરીને પેરા આર્મ રેસલિંગ (પંજા કુશ્તી)માં જમણા હાથની સ્પર્ધામાં સિલ્વર મેડલ અને ડાબા હાથની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને રેલ્વેનું નામ રોશન કર્યું છે.  યાદવે મુશ્કેલ સંજોગોમાં પણ પોતાની મહેનત અને સમર્પણથી આ સ્થાન હાંસલ કર્યું છે.  દેવેન્દ્ર યાદવ એક પ્રતિભાશાળી ખેલાડી છે જેઓ આર્મ રેસલિંગમાં 4 વખત રાષ્ટ્રીય કક્ષાએ અને 6 વખત રાજ્ય કક્ષાએ મેડલ જીતી ચૂક્યા છે. રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર  અશ્વની કુમારે  દેવેન્દ્ર યાદવને આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે તેમની આ સિદ્ધિ તમામ ખેલાડીઓ માટે નવી પ્રેરણારૂપ છે.  અશ્વિની કુમારે આશા વ્યક્ત કરી કે  દેવેન્દ્ર યાદવ આ ઉંચી ઉડાન ચાલુ રાખે અને ભવિષ્યની તમામ સ્પર્ધાઓમાં વધુ સફળતા હાંસલ કરે.  યાદવની આ સફળતાએ સાબિત કર્યું છે કે સખત મહેનત અને દૃઢ નિશ્ચયથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તેમની સિદ્ધિએ રેલવેને ગૌરવ અપાવ્યું છે અને નવા ખેલાડીઓ માટે પ્રેરણાના સ્ત્રોત બનવાનું કામ કર્યં  છે.

રાજકોટ ડિવિઝન માટે માટે આજે ગૌરવનો દિવસ: ડીઆરએમ અશ્વિનીકુમાર

અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીઆરએમ અશ્વિનીકુમાર રાજકોટ રેલવે મંડળ માટે આજે ગૌરવ નો દિવસ છે કારણ કે, રાજકોટ રેલવેમાં ડિવિઝનના કર્મચારી દેવેન્દ્ર યાદવ આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ

મેડલ મેળવ્યું છે ,જમણા અને ડાબા હાથથી આર્મ રેસેલિંગ કરીને વિવિધ દેશોના રમતવીરોને પાછળ છોડી દીધા છે રાજકોટ પશ્ચિમ રેલવે દ્વારા પણ  રમતગમત ક્ષેત્રને વધારે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે

પરિવારના સાથ સહકારથી આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર નામના મેળવી: દેવેન્દ્ર યાદવ

અબતક સાથેની વાતચીતમાં રાજકોટ રેલવે ડિવિઝનના દેવેન્દ્ર યાદવ એ જણાવ્યું હતું કે આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં રાજ્ય કક્ષાએ છ વખત ચેમ્પિયન રાષ્ટ્રીય કક્ષાએ ચાર વખત ભાગ લીધો હતો ,અને હવે આ વખતે એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો તે દરમિયાન

સિલ્વર અને રજત મિડલ મેળવ્યું છે, આ માટે હું સતત પ્રેક્ટિસ કરતો રહ્યો છું     છું આ ઉપરાંત અગાઉ મેં બોડી બિલ્ડિંગમાં, પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો.આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ માટે  પરિવારજનોનો સહકાર મળ્યો તેથી અહીં સુધી પહોંચ્યો છું

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.