• 22.50 કરોડ કરતાં વધુનો ખર્ચ કરી બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ અને સૂઝ આપવામાં આવશે
  • બાળકોને સંપૂર્ણ સુવિધા સાથેનું જ્ઞાન મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેના માટે કરાઈ છે ખર્ચો

સુરત મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રની અંદર પણ અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા દ્વારા વધુમાં વધુ ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ મળે તે હેતુથી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે બાળકોને સંપૂર્ણ સુવિધા સાથેનું જ્ઞાન મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 22.50 કરોડ કરતાં વધુનો ખર્ચ કરી બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ અને સૂઝ આપવામાં આવશે.

ત્યારે આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, નગર શિક્ષણ સમિતિને મળેલી સામાન્ય સભામાં આજે કેટલાક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સૌથી મોટું કામ વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ અને શૂઝ આપવા માટેનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 22.50 કરોડના ખર્ચે વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવામાં આવનાર છે તેમજ શૂઝ પણ આપવામાં આવશે. ગુજરાતમાં કે દેશની એવી કોઈ મહાનગરપાલિકા નથી કે જે બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મ અને શુઝ આપતી હોય. શિક્ષણની સાથે બાળકોમાં શારીરિક વિકાસ થાય તેના માટે રમતગમત ખૂબ જ જરૂરી છે. બાળકોને રમત ગમત ક્ષેત્ર તૈયાર કરવાના અભિગમ સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે આ અંગે કરતા શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરા એ જણાવ્યું કે બાળકોને કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ શૂઝ અને યુનિફોર્મ આપીને તેમને રમતગમતમાં વધુ મજબૂત રીતે આગળ વધારવા માટે અમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે પણ એમઓયુ કરવાના છે યુનિવર્સિટી પાસે જે સ્પોર્ટ્સ ને લગતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેનો ઉપયોગ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો કરી શકે તે દિશામાં અમે ઝડપથી નિર્ણય લઈ રહ્યા છે આગામી ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરો પર અન્ય દેશો સાથે ટક્કર આપી શકે એ પ્રકારના રમતવીરો તૈયાર કરવાની જવાબદારી પણ આપણી જ છે સારા શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રમાં પણ આપણા વિદ્યાર્થીઓને આગળ લઈ જવાના નિર્ધાર સાથે અમે એ દિશામાં નિર્ણયો લઈ રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.