દિવાળીના તહેવારમાં લોકો પોતાના માદરે વતન જતા હોય છે. ત્યારે લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે રેલવે વિભાગે મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે. આ દરમિયાન દિવાળી અને છઠ્ઠ પૂજા દરમિયાન ટ્રેનમાં મુસાફરો વધારે મુસાફરી કરતા હોય છે. જેના પગલે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરાઈ છે. તેમજ મુસાફરોને હાલાકી ન પડે જેને લઈ 278 સ્પેશ્યલ ટ્રેન દોડશે તેવી જાહેરાત કરાઈ છે.
આ દરમિયાન સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદ 22, રાજકોટ 9, ભાવનગર 4, વડોદરા 4 તેમજ ઉધના સુરત અને વાપીથી 21 ટ્રેન દોડશે. જ્યારે અન્ય સ્ટેશન પર પણ ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મુસાફરોની ભીડ વધુ હોય ત્યાં વધુ ટ્રેન ફાળવાઈ છે. આ દરમિયાન પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતને ધ્યાને રાખી ફાળવણી કરાઈ છે.
આ સિવાય હાવડા અને સદન માટે પણ ટ્રેન જાહેર કરાઈ છે. આ દરમિયાન જાહેર કરેલ સ્પેશિયલ ટ્રેનનુ બુકિંગ શરૂ કરાયું છે. તેમજ વડોદરા સ્ટેશન પર બરૌની એક્સપ્રેસ પ્લેટફોર્મ 2ના બદલે 1 પર ચાલશે. જ્યારે બાંદરા ટર્મિનસની અવધ એક્સપ્રેસ વડોદરા પ્લેટફોર્મ 6 પરથી ચાલશે. આપને જણાવીએ કે, નક્કી કરેલા પ્લેટફોર્મ પર પહોચવા માટે રેલવની મુસાફરોને અપીલ કરવામાં આવી છે.