SVNIT ખાતે SHIV-NATRAJ (સ્પેશિયો-ટેમ્પોરલ હેટરોજીનિયસ ઇન્ટીગ્રેટેડ વ્હીકયુલર નેચરલિસ્ટિક એરિયલ ટ્રેજેક્ટરી) ડેટા સેટનું ભવ્ય અનાવરણ કરાયું હતું. આ ડેટા ટ્રાફિક રિસર્ચ તેમજ પરિવહન ક્ષેત્રે વિશેષ સંશોધન અને પોલિસી મેકિંગમાં મહત્વપૂર્ણ છે. સરદાર વલ્લભ  ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરત ખાતે SHIV-NATRAJ (સ્પેશિયો-ટેમ્પોરલ હેટરોજીનિયસ ઇન્ટીગ્રેટેડ વ્હીકયુલર નેચરલિસ્ટિક એરિયલ ટ્રેજેક્ટરી ડેટા સેટ) ડેટા સેટનું ભવ્ય અનાવરણ કરાયું હતું. પ્રો.ડૉ.આશિષ ધામણિયાના નિદર્શન હેઠળ ડૉ.રાજેશ ચૌહાણ દ્વારા મિશ્ર ટ્રાફિક સ્થિતિમાં UAV દ્વારા એકત્રિત ડેટા સેટ તૈયાર કરવામાં આવ્યો છે. SHIV-NATRAJ ડેટા સેટ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઉચ્ચ-ગુણવત્તાવાળા, વિગતવાર અવકાશી-ટેમ્પોરલ ડેટાની જરૂરિયાતને પૂર્ણ કરે છે.

ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશોમાં પ્રચલિત મિશ્ર ટ્રાફિક પરિસ્થિતિઓના સંદર્ભમાં UAV’s નો ઉપયોગ કરીને એકત્રિત કરવામાં આવેલા ડેટા વાહનવ્યવહાર વાળા માર્ગો પર વ્યાપક માહિતી પ્રદાન કરે છે. ટ્રાફિક સલામતી, સ્વાયત્ત વાહન તકનીક અને શહેરી ગતિશીલતાને આગળ વધારવા માટે તે વાસ્તવિક ડેટા પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં IIT’S, NIT’S અને અગ્રણી વૈશ્વિક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ સહિત ૧૫૦થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમજ ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોએ ભાગ લીધો હતો. આ ડેટા સેટ www.shivratra.com પર રેફરન્સ માટે ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.