- દિવાળીના તહેવારની શરુઆત થતાની સાથે જ યુપી, બિહાર જતી ટ્રેનમાં ભારે ભીડ
- ભીડને કારણે બને છે મુસાફરોની હાલત કફોડી
- સ્થળ પર મેડીકલની ટીમ હાજર રાખવામાં આવી
- મુસાફરોને તડકો નહીં લાગે તે માટે મંડપ બનાવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી
સુરતમાં દિવાળી પહેલાં પરપ્રાંતિયો વતન જવા રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ યુપી, બિહાર મુસાફરો જઈ રહ્યા છે.રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ સહિત રેલવે અધિકારીઓને તૈનાત કરાયા છે. મુસાફરોની એક લાઈન બનાવી વારાફરતી રેલ્વે બોગીઓમાં બેસાડવામાં આવી રહ્યું છે. રેલ્વે વિભાગ દિવાળી અને છઠપૂજાના પર્વને લઈ 85 વધુ ટ્રેનો દોડાવી રહી છે. આ ટ્રેનો 1380 યુપી, બિહારનાં ફેરા મારશે. મુસાફરનો ઘસારો ઉમટી પડતાં રેલ્વે મુસાફરોને હાલાકી પડી રહી છે. અનેક મુસાફરોને ટ્રેનની બોગીમાં બેસવા સીટ પણ નહીં મળી છે. મુસાફરોએ ટ્રેનમાં ભોગી વધારવાની માંગ કરી રહ્યા હતા.
ત્યારે તેઓની માંગને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા સુરતથી યુપી બિહાર જવા માટે વધુ 20 ટ્રેન વધારવામાં આવી છે. દિવાળીના તહેવારની શરુઆત થતાની સાથે જ યુપી, બિહાર જતી ટ્રેનમાં ભારે ભીડ જોવા મળી રહી છે તેમજ ભીડને કારણે મુસાફરોની હાલત કફોડી બનતી હોય છે. તેમજ કેટલીક વખત તો ગભરામણ થવાના કિસ્સા પણ બહાર આવતા હોય છે. ત્યારે આ સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે રેલવે તંત્રએ ટ્રેનમાં બેસવા માટે લાઇન લગાડવાની જરૂર પડતી હોઈ છે. તેમજ સ્થળ પર મેડીકલની ટીમ હાજર રાખવાની જરૂર પડતી હોઈ છે. આ સાથે મુસાફરોને તડકો નહીં લાગે તે માટે મંડપ બનાવવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મુસાફરોનો ધસારો ઓછો કરવા માટે વધારાની 20 ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ યુપી, બિહાર જવા માટે રોજ એક થી બે ટ્રેન તો મળી જ રહે તેવી વ્યવસ્થા કરી છે જેથી દિવાળી અને છઠ પુજા માટે યુપી, બિહાર જવા માટે સુરતથી અત્યાર સુધી 51 ટ્રેનો શરૂ કરવામાં આવી છે.