- સનાતન રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા મૂર્તિઓનું કરાયું વિસર્જન
- બિનવારસું છોડી દેવાતી મુર્તિઓ ઉપર કચરો ફેંકાતા લોકોની ધાર્મિક લાગણીને ઠેસ
ગાંધીધામ ખાતે રોડ પર ભગવાનની મૂર્તિઓનું વેચાણ કરતાં ધંધાર્થીઓ ભગવાનનું અપમાન કરે એ રીતે મૂર્તિઓને બિનવારસુ દીવાલો પાસે મૂકી દેવામાં આવતી હોવાના મામલે હિન્દુ સંસ્થાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. સનાતન રામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા ટીમ દ્વારા રોડ પર મૂકી દેવામાં આવેલ દેવી-દેવતાઓની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. બિનવારસું છોડી દેવાતી મુર્તિઓ ઉપર ઘણીવાર કચરો ફેંકાતો હોય છે, જેના કારણે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોચે છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ગાંધીધામ શહેરમાં રોડ પર ભગવાનની મૂર્તિઓનું વેચાણ કરતાં ધંધાર્થીઓ ભગવાનનું અપમાન થાય એ રીતે મૂર્તિઓને બિનવારસુ દીવાલો પાસે મૂકી દેવામાં આવતી હોવાના મામલે હિન્દુ સંસ્થાઓ લાલઘુમ થઈ છે. સનાતન શ્રીરામ સંગઠન અને અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા ધંધાર્થીઓને ચીમકી અપાઈ હતી કે, તેમના દ્વારા બિનવારસું છોડી દેવાતી મુર્તિઓ ઉપર ઘણીવાર કચરો ફેંકાતો હોય છે, જેના કારણે લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય છે.
ત્યારે સંસ્થાના કાર્યકરો દ્વારા ગણેશ ભગવાન અને દશામાની બિનવારસુ મૂર્તિઓનું વિસર્જન કરીને મૂર્તિ વેચનાર ધંધાર્થીઓને ચીમકી અપાઈ હતી કે, ભવિષ્યમાં આવી રીતે જો ક્યાંય પણ મૂર્તિઓ રાખવામાં આવશે તો ધાર્મિક લાગણી દુભાવવાના મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાશે. આ કાર્યમાં રાજભા ગઢવી, જીતુ પંડ્યા, ભરત ધવલેસા, નીરજ અગ્રાવત, જગદીશ ગઢવી, કલ્પેશ ચૌધરી, અમિત સથવારા, ઋષિત સોલંકી, મેહુલ ગોસ્વામી, વિજય ગોસ્વામી હાજર રહ્યા હતા. કામગીરીમાં નગરપાલિકાના પ્રમુખ તેજસ શેઠ અને બાબુ રાજપૂતનો પણ સહયોગ મળ્યો હતો.
ભારતી માખીજાણી