સુરેન્દ્રનગર જિલ્લામાં હજારો શિક્ષક ની દિવાળી બગડે તેવા ઘાટ સર્જાયો છે આ મામલે મહાસંઘ શિક્ષક હિત માટે મેદાનમાં આવતા તેમના દ્વારા આ અંગે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ પ્રાથમિક તથા માધ્યમીક શાળાઓમાં પરીક્ષાની પુર્ણાહુતી બાદ 21 દિવસના દિવાળીના વેકેશન પડવાની રાહ જોવાઇ રહી છે. ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી સુરેન્દ્રનગર દ્વારા પરીપત્ર જાહેર કરાયો છે જેમાં જિલ્લની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનીર્ભર માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક તથા પ્રાથમિક શાળાઓને જણાવવામાં આવ્યુ છે.
તા.23-10-24ના રોજ યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં મળેલ સુચના અન્વયે દર્શીત સુચના અન્વયે તમામ વિદ્યાર્થીઓની ઇ-કેવાયસીની અગત્યની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી શાળોઓના તમામ સ્ટાફે દિવાળી વેકેશન દરમ્યાન હેડકવાટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ બાદ તમામ તાલુકામાં અમલ કરવા સૂચના અપાયી છે જેને લઇ જિલ્લાના શિક્ષકોમાં રોષની લાગણી ફેલાઇ છે ત્યારે શુક્રવારના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેકટર કચેરીમાં આવેદન પાઠવવામાં આવ્યું હતું આ તકે મહાસંઘ ના અસવાર દશરથસિંહ રણછોડભાઈ કટારીયા આલ જીગ્નેશ ભાઈ સહિત ના આગેવાન ઉપસ્થિત રહયા હતા જેમાં શિક્ષકોના હિતમાં અને દિવાળી વેકેશન બગડે નહીં તેવા નિર્ણય કરવાની માંગ કરવામાં આવી છે.
ઘનશ્યામ ભટ્ટી