- ભાભીએ જેઠ સામે નોંધાવી ફરિયાદ
- પત્નીના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 2.92 કરોડની લોન લીધી
સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર ક્રિકેટ સ્ટેડિયમના કોન્ટ્રાક્ટર પરિવારમાં વિવાદ સર્જાયો છે. કાર્યકારી પ્રમુખ કનૈયા કોન્ટ્રાકટરે ભાઈ હેમંત કોન્ટ્રાકટર અને તેમની પત્નીના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 2.92 કરોડની લોન લીધી હતી. જેમાં 67 લાખ ભરપાઈ ન કરાતાં બજાજ ફાઇનાન્સ કંપનીએ 3 કરોડની મિલકત ટાંચમાં લેવા નોટિસ મોકલતાં મામલો ખુલ્યો હતો.
જેમાં હેંમતભાઈના પત્ની નયના કોન્ટ્રાકટરે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ આપતાં પોલીસે કનૈયા લાલભાઈ કોન્ટ્રાકટર સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે. આ કેસની તપાસ ઈકોસેલ કરશે. ઈકોસેલે કનૈયાભાઈ બીમારીને કારણે પથારીવશ હોવાની વાત કરી છે. હેંમત કોન્ટ્રાકટરનું 17 જૂને અવસાન થયું હતું. 2013માં ઓફિસના સરનામે બજાજ ફાઇનાન્સની નોટિસ આવી હતી, જેમાં ભાગીદારી પેઢીની RDS હાઉસની મિલકત મોર્ગેજ કરી 2.92 કરોડની લોન લેવાઈ હતી, જેમાં 67 લાખ ભરપાઈ ન કરતાં નોટિસ મોકલાઈ હતી.
હેંમત કોન્ટ્રાકટર, કનૈયા કોન્ટ્રાકટર, હંસા કોન્ટ્રાકટર, જ્યોતિ કોન્ટ્રાકટર, કુસુમ કોન્ટ્રાકટર અને ડાહીબેન કોન્ટ્રાકટર સાથે ભાગીદારીમાં કનૈયા કન્સટ્રકશન નામની કંપની શરૂ કરી હતી અને તેનું રજીસ્ટ્રેશન આરઓસી મુંબઈ ખાતે કરાવ્યું હતું. ભાગીદારી પેઢીમાં 1984માં હંસાબેન, જ્યોતિબેન અને કુસુમબેન સ્વેચ્છીક રીતે છુટા થયા હતા. બાદમાં કનૈયાભાઈ 40 ટકા, હેંમતભાઈ 20 ટકા અને તેની પત્ની નયનાબેન 20 ટકા તેમજ ડાહીબેન કોન્ટ્રાકટર 20 ટકાની ભાગીદારી હતી અને ભાગીદારી પેઢીની મુખ્ય ઓફિસ ઈન્દોર સ્ટેડીયમની પાસે આરડીએસ હાઉસ બનાવી હતી. વર્ષ 2012માં ડાહીબેનનું અવસાન થતા ભાગીદારી પેઢીમાં કનૈયા,તેનો ભાઈ હેંમત અને તેની પત્ની વહીવટ કરતા હતા.