સફરજન કાપ્યાની થોડીવારમાં કાળા થવા લાગે છે. સફરજન ધીમે ધીમે બ્રાઉન થાય છે. તેમજ રાસાયણિક પ્રક્રિયાને કારણે સફરજનનો રંગ બદલાય છે. સફરજન બહારના વાતાવરણના સંપર્કમાં આવતા જ તેનો રંગ બદલાવા લાગે છે. તેમજ જો તમે ઈચ્છો છો કે સફરજનનો રંગ બદલાય નહીં, તો જાણો કેટલીક ટ્રિક્સ. જો તમે આ ટિપ્સને ફોલો કરશો તો સફરજનને કાપ્યા પછી પણ તેનો રંગ એવો જ રહેશે.

સફરજનનો રંગ ન બદલાય તે માટે સફરજનને કાપ્યા બાદ તેના ટુકડા પર મધ અને પાણીનું મિશ્રણ લગાવો. અથવા એક બાઉલમાં પાણીમાં મધ મિક્સ કરો અને તેમાં સફરજનના ટુકડા બોળીને બાજુ પર રાખો. આ ઉપરાંત પ્રોસેસિંગને કારણે સફરજનનો રંગ બદલાશે નહીં અને મીઠાશ પણ જળવાઈ રહેશે.

APPLE 1

-એક બાઉલમાં પાણી ભરો અને તેમાં થોડું લીંબુ ઉમેરો. ત્યારબાદ હવે આ મિશ્રણમાં સફરજનના ટુકડાને એક મિનિટ માટે રહેવા દો. ત્યારપછી આ સફરજન કાળું નહીં થાય.

– એક બાઉલમાં અડધી ચમચી મીઠું મિક્સ કરો. ત્યારબાદ આ પાણીમાં સફરજનના ટુકડા પલાળી દો. આ રીતે પલાળેલા સફરજન કલાકો સુધી કાળા થતા નથી.

-લીંબુ સોડા અથવા સાદી સોડાની મદદથી સફરજનને કાળા થતા અટકાવી શકાય છે. તેમજ સોડાના મિશ્રણમાં સફરજનના ટુકડા મૂકો. ત્યારબાદ સફરજનને એલ્યુમિનિયમ ફોઈલમાં લપેટી લો. જો તમે સફરજનને આ રીતે રાખશો તો પણ તે બ્રાઉન નહીં થાય.

-સફરજનને કાપીને તેના ટુકડાને હવાચુસ્ત પાત્રમાં તરત જ રાખવાથી પણ તે કાળા થવાનું બંધ થઈ જાય છે. તેમજ જો એર ટાઈટ કન્ટેનર કાચનું બનેલું હોય તો તે શ્રેષ્ઠ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.