• વેબલી  @મેક ઈન ઇન્ડિયા
  • હરદોઈના સંડીલામાં આવેલી ‘વેબલી સ્કોટ ઈન્ડિયા’ કંપનીએ રિવોલ્વરનું ઝડપી ઉત્પાદન શરૂ કર્યું

હથિયાર ક્ષેત્રે ખુબ મોટી ચાહના ધરાવતી વેબલી રિવોલ્વરનું 100 વર્ષ બાદ કમબેક થવા જઈ રહ્યું છે. વેબલી એમકે ફાઈવ રિવોલ્વર – 455નું ઉત્પાદન લખનૌને અડીને આવેલા હરદોઈ જિલ્લામાં સંડીલા સ્થિત ’વેબલી સ્કોટ ઈન્ડિયા’ના નવા યુનિટમાં થવા જઈ રહ્યું છે. મોટી વાત એ છે કે હરદોઈમાં બની રહેલી આ રિવોલ્વરનો ઉપયોગ યુરોપના ઘણા દેશોમાં થઈ રહ્યો છે. હાલમાં જ અમેરિકાથી આ ’મેડ ઇન ઇન્ડિયા’ રિવોલ્વરની માંગ આવી છે. અમેરિકાથી 10 હજારથી વધુ રિવોલ્વરનો પુરવઠો માંગવામાં આવ્યો છે, જે હરદોઈ અને યુપી માટે ગર્વની વાત છે.

હરદોઈના સંડીલામાં આવેલી ’વેબલી સ્કોટ ઈન્ડિયા’ રિવોલ્વર કંપનીએ રિવોલ્વરનું ઝડપી ઉત્પાદન શરૂ કર્યું છે. આ ઉત્તમ રિવોલ્વર પણ સંરક્ષણ માટે મોકલવામાં આવી રહી છે. હવે આ કંપનીને અમેરિકાથી 10,455 રિવોલ્વરનો ઓર્ડર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં બનેલી આ રિવોલ્વર લગભગ 100 વર્ષ પહેલા બંધ થઈ ગઈ હતી. ઉત્તમ ફાયરપાવર અને ઓછા વજનવાળી આ રિવોલ્વરનો પોતાનો અલગ ઇતિહાસ છે.

કંપનીના ડાયરેક્ટર સુરેન્દ્રપાલસિંહના જણાવ્યા અનુસાર આ રિવોલ્વરના ઉત્પાદનની પ્રક્રિયા હરદોઈના સંડીલામાં શરૂ થઈ ગઈ છે. રિવોલ્વર નંબર ’455’ના સપ્લાય અને મેન્યુફેક્ચરિંગની પ્રક્રિયા પણ અહીં શરૂ થઇ ગઇ છે. મોટી વાત એ છે કે રક્ષાની સાથે સાથે દેશના ઘણા રાજ્યો તેમજ અમેરિકામાંથી પણ આની માંગ આવી છે. અહીંથી 10,455 રિવોલ્વરનો ઓર્ડર મળ્યો છે, જેનું ક્ધસાઈનમેન્ટ ટૂંક સમયમાં અમેરિકા મોકલવામાં આવશે. આ સાથે ઉત્તરપ્રદેશ વિદેશમાં રિવોલ્વર સપ્લાય કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.

આ રિવોલ્વરની વિશેષતાઓ વખાણવા લાયક છે. 1887માં ઈંગ્લેન્ડમાં બનેલી આ રિવોલ્વરએ 37 વર્ષ સુધી ઘણા દેશો પર રાજ કર્યું હતું. બ્રિટિશ સર્વિસની આ રિવોલ્વરનો ઉપયોગ વિશ્વયુદ્ધમાં પણ થયો હતો. ભારત- ચીન યુદ્ધમાં પણ તેનો ઉપયોગ થયો હતો. તેની બેરલ એકદમ ઉત્તમ છે. તેની ફાયરપાવર લગભગ 50 મીટર સુધીની છે. તેનું વજન અંદાજે એક કિલો છે. આ એક ઉત્તમ સર્વિસ રિવોલ્વર છે. આ કંપની શસ્ત્રોના ઉત્પાદન અંગે કેન્દ્ર સરકારના વિઝનને આગળ ધપાવી રહી છે.

હરદોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ મંગળા પ્રસાદ સિંહે કહ્યું કે, યુપી ઇન્વેસ્ટર્સ મીટ અંતર્ગત હરદોઈના સંડીલામાં ઘણા એકમો સ્થાપવામાં આવ્યા છે, જેમાંથી આ એક વિશ્વ કક્ષાની આર્મ્સ ફેક્ટરી છે, જે રક્ષા માટે રિવોલ્વર સહિત અનેક હથિયારો બનાવે છે. ભારતના વિકાસ માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા લેવાયેલું આ એક પ્રશંસનીય પગલું છે. વિદેશમાંથી પણ રિવોલ્વરની માંગ મળ્યા બાદ હરદોઈ ગર્વ અનુભવી રહ્યુ છે. હવે હરદોઈનું નામ વિદેશમાં જાણીતું થશે.

ભારત-ચીનના યુધ્ધમાં વેબલીનો થયો’તો ઉપયોગ

1887માં ઈંગ્લેન્ડમાં બનેલી આ રિવોલ્વરએ 37 વર્ષ સુધી ઘણા દેશો પર રાજ કર્યું હતું. બ્રિટિશ સર્વિસની આ રિવોલ્વરનો ઉપયોગ વિશ્વયુદ્ધમાં પણ થયો હતો. ભારત- ચીન યુદ્ધમાં પણ તેનો ઉપયોગ થયો હતો. તેની બેરલ એકદમ ઉત્તમ છે. તેની ફાયરપાવર લગભગ 50 મીટર સુધીની છે. તેનું વજન અંદાજે એક કિલો છે. આ એક ઉત્તમ સર્વિસ રિવોલ્વર છે.

50 મીટરની મારક ક્ષમતા અને ઓછા વજનવાળી રિવોલ્વરનો પોતાનો અલગ ઇતિહાસ

વેબલી રિવોલ્વરનો પોતાનો એક અલગ ઇતિહાસ છે. 1887 માં આ રિવોલ્વરનું સૌ પ્રથમ ઇંગ્લેન્ડમાં ઉત્પાદન કરવામાં આવ્યું હતું. જે બાદ 50 મીટરની મારક ક્ષમતા, એક કિલો જેટલો વજન સહીતની બાબતોએ આકર્ષણ જમાવતા વિશ્વયુદ્ધમાં પણ આ હથિયારનો ખુબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.